લો ગાર્ડન-ભદ્રમાં દબાણ સામે તવાઈના સંકેત; ટાઉન પ્લાનિંગ કમિટીમાં આપવામાં આવી સૂચના

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળી હતો. આ બેઠકમાં શહેરના અનેક પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જેમાં AMC સંચાલિત હૉલ તેમજ પાર્ટી પ્લોટમાં સફાઇ, પાણી ઉપરાંત અન્ય સમસ્યાઓના નિવારણ માટે જવાબદાર કર્મચારીની નિમણૂક કરવાની માંગ ઉઠી હતી. આ ઉપરાંત લો ગાર્ડન, ભદ્ર સહિતના વિસ્તારોમાં દબાણ દૂર કરવાની પણ માંગ ઉઠી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં શહેરના ભદ્ર તથા લો-ગાર્ડન વિસ્તારોમાં રસ્તા ઉપરના દબાણોને દુર કરવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. તે ઉપરાંત ઉપરાંત મધ્યઝોનમાં એ.એસ.આઈ.ની બોગસ એન.ઓ.સી.થી થયેલા ગેરકાયદેસર બાંધકામને લઈ અધિકારીઓનો જવાબ માંગવામાં આવ્યો હતો.
અધિકારીઓને ખાસ તાકીદ
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લાલ દરવાજા વિસ્તારમાં ભદ્રકાળી મંદિરથી લઈને ત્રણ દરવાજા સુધી રોડ પરના દબાણો દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. ભદ્રમાં જે વેપારીઓ પાસે કાયદેસર લાઇસન્સ છે તેમને તેઓની નિયત જગ્યા પર બેસવા દેવામાં આવે તેમજ તેમજ ગેરકાયદેસર પાથરણા વાળાઓ છે તેઓને હટાવવા માટેની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો…અમરેલીમાં જમાઈ જ બન્યો ‘જમ’; વૃદ્ધાની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો
અવરજવરમાં નડે નહિ દબાણ
શહેરના લો ગાર્ડન અને ભદ્ર વિસ્તારમાં રોડ ઉપર અવરજવર માટે પસાર થતાં વાહનો આરામથી નીકળી શકે તેમજ રોડ પર ક્યાંય પણ દબાણની સ્થિતિ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. રોડ ઉપર દબાણ હોય તો તાત્કાલિક ધોરણે તેને દૂર કરવા પણ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.