આપણું ગુજરાત

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિસનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

₹ ૧૦૯ કરોડના ૮૫ જેટલા વિવિધ વિકાસનાં કામો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લામાં નવી ૬૨ એમ્બ્યુલન્સ સીએચસી, પીએચસી અને સરકારી હૉસ્પિટલમાં દર્દીઓની સેવામાં સમર્પિત કરવામાં આવશે. અખબારી યાદીમાં જણાવ્યાનુસાર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૨૩ નવેમ્બરે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાશે.આ કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે.જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે ૨૦ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ કરાશે. જ્યારે ૪૩ જેટલા વિકાસના નવા પ્રક્લપોનું ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે ૧૬ જેટલા વિકાસ કાર્યોનું ભૂમિ પૂજન કરાશે. આમ, મહેસાણા જિલ્લામાં રૂ. ૧૦૯ કરોડના આશરે ૮૫ જેટલા વિકાસના કોમોનું લોકાર્પણ થશે.
મુખ્ય પ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લામાં નવી ૬૨ એમ્બ્યુલન્સ સીએચસી, પીએચસી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં સમર્પિત કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં રૂ. ૯.૭૦ કરોડના આરોગ્ય પ્રકલ્પોના લોકાર્પણ અને રૂ. ૩૬.૨૦ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ સહિતના અન્ય વિભાગોમાં ₹. ૬૧.૫૧ કરોડના કામોનું ભૂમિપૂજન અને ₹. ૧.૬૩ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. વધુમાં, ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેગા હેલ્થ ઇવેન્ટનો પ્રારંભ પણ કરવામાં આવશે. કાર્યક્રમ વિસનગરના એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે તા. ૨૩ નવેમ્બરના રોજ સવારે ૮:૩૦ વાગ્યે શરૂ થશે. આ પ્રસંગે સાંસદ શારદા પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત જિલ્લાભરના આગેવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત