ગુજરાતમાં 50 ડેમ હાઈએલર્ટ પર, રાજ્યમાં સિઝનનો સરેરાશ 63.78 ટકા વરસાદ…

અમદાવાદઃ રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છુટા છવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં સરેરાશ 63. 78 ટકા વરસાદ વરસ્યો છે.
કચ્છમાં 64.67 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.15 ટકા, પૂર્વ મધ્યમાં 66.20 ટકા, સૌરાષ્ટ્રમાં 55.69 ટકા, દક્ષિણ ગુજરાતમાં 67.67 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં માછીમારોને 9 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી.
રાજ્યમાં હાલ 50 ડેમ હાઇ એલર્ટ પર છે, જ્યારે 23 ડેમ એલર્ટ પર તથા 27 ડેમ વોર્નિંગ પર છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 28 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 72 ડેમ 70 થી 100 ટકા ભરાયેલા, 36 ડેમ 50 થી 70 ટકા ભરાયેલા, 37 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 33 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં 35 રોડ રસ્તા બંધ છે.
રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. પોરબંદરમાં સૌથી વધુ 0.39 ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારીમાં 0.28 ઇંચ, ભાણવડમાં 0.24 ઇંચ, વાઘોડિયામાં 0.20 ઇંચ, રાણાવાવમાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો…આ રાજ્યમાં ખાબકશે જોરદાર વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી