રાજકોટમાં વધુ એક જમીન કૌભાંડ? કોંગ્રેસનો સણસણતો આક્ષેપ
સાધુ વાસવાણી રોડ પર કૌભાંડ આચરનાર પદાધિકારી, અધિકારી સામે પગલા ભરવા મ્યુનિસિપલ કમિશનરને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની લેખિત રજૂઆત.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા માં ભ્રષ્ટાચાર નો રાફડો ફાટ્યો છે તેમ ગેમઝોનની ઘટના બાદ વધુ એક જમીન કૌભાંડમાં ભ્રષ્ટાચાર ફલિત થયો હોય તેવું જણાય છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 માં સાધુવાસવાણી રોડ પર તત્કાલીન સમયના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને તત્કાલીન સમયના અધિકારીઓ મીલી મિલીભગતથી એક ઇંચ પણ માર્જિન છોડ્યા વગર ત્રણ માળનું બિલ્ડિંગ ચણી લેવાયું છે આજુબાજુના તમામ કોમ્પલેક્ષમાં માર્જિનની જગ્યા છોડવામાં આવી છે પરંતુ આ ગેમ ઝોનના અને રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય કૌભાંડકાર મનસુખભાઈ સાગઠીયા ના તત્કાલીન સમયના માનીતા નેતાઓનું બાંધકામ અને ઓફિસો હોય છે પગલે માર્જિન છોડ્યા વગર પ્લાન મંજૂર કરી દેવાયાની પ્રબળ શંકા છે.
લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ સાધુવાસવાણી રોડ પર ન્યુશન્સ પોઇન્ટ હોય અને તેને લઈને તે ખૂણો છોડીને આવાસ બતાવાયા છે અને સરકારી પ્લોટ હોય એટલે માર્જિન વધુમાં વધુ મુકાયું હોય તેમ જ આ જગ્યા ચોક ની નજીક રોડ કાંઠે છે જેથી ગુરુજી નગર આવાસ યોજનાની આ લગડી જેવી જમીન તત્કાલીન સમયના શાસકો દ્વારા પચાવી પાડવામાં આવી હોય તેવી દ્રઢ શંકા છે અને આ પ્રક્રિયામાં હેતુ ફેર કરીને સરકારની મંજૂરી લેવાય છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે ?
જમીનની ગેરકાયદેસર ફાળવણી તપાસ કરવા અંગે ટીપી સ્કીમ 3 (નાના મૌવા) ના પ્લોટ નંબર 195 આવા હેતુ નો પ્લોટ છે જેની તારીખ ૧૮/૦૭/૨૦૧૮ ના જનરલ બોર્ડમાં દરખાસ્ત મંજૂર થઈ હતી તત્કાલીન સમયના મેયર બીનાબેન આચાર્યએ આ દરખાસ્તોને મંજૂરી આપતા દરખાસ્ત કરવાનું સર્વાનુમતે મંજૂર થયેલ હતી અને પ્લોટનો સોદો થઈ ગયો હતો. પાર્કિંગ અને માર્જિન તેમજ ગુરુજીનગર આવાસ ની દિવાલ પાસે પણ દબાણ કર્યું હોય તેવું જણાય છે અને આ દબાણ તંત્ર દ્વારા નેતાઓની મિલી ભગતને કારણે રખાયું છે.
આ સમગ્ર પ્રકરણ રાજકોટ થી પ્રસિદ્ધ થતા દૈનિક વર્તમાન પત્રમાં ફોટાઓ સાથે પ્રસિદ્ધ થયેલ છે ત્યારે આ જમીન કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન સમયના પદાધિકારીઓ અધિકારીઓ કસુરવાન જણાયે કડક પગલાં ભરવા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેસાઈને લેખિત રજૂઆત કરી છે.
Also Read –