આપણું ગુજરાત

લખપતિ દીદી યોજના હેઠળ ગુજરાતમાં દોઢ લાખ જેટલી મહિલાઓની આવક એક લાખે પહોંચી…

અમદાવાદઃ દેશની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ‘લખપતિ દીદી’ યોજના(Lakhpati Didi) શરૂ કરવામાં આવી હતી. 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ છે. ગુજરાતની મહિલાઓને આ યોજનાનો બહોળો લાભ મળે તે માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા છે. અત્યારે રાજ્યમાં 1 લાખ 50 હજાર જેટલી મહિલાઓની આવક એક લાખથી વધુ સુધી પહોંચી છે

10 લાખ લખપતિ દીદીના લક્ષ્યાંક તરફ

વડાપ્રધાન મોદીએ 2024માં કહ્યું હતું કે, “લખપતિ દીદી યોજના સમગ્ર દેશમાં મહિલાઓને સશક્ત બનાવવાનું એક મુખ્ય માધ્યમ બની રહી છે. સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ વિકસિત ભારતના નિર્માણમાં એક મજબૂત કડી છે.” સમગ્ર દેશમાં 3 કરોડ લખપતિ દીદીના લક્ષ્યાંક સામે ગુજરાત 10 લાખ લખપતિ દીદીના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું છે.  

Also read : ગુજરાતમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ

આ યોજના  સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે જેથી તેમની વાર્ષિક આવક એક લાખથી વધુ થઇ શકે. મહિલાઓ કૃષિ, પશુપાલન, હસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે. તેના માટે સરકાર દ્વારા તાલીમ, આર્થિક સહાય અને બજાર સાથે જોડાણની સુવિધા આપવામાં આવે છે જેથી તેમની આવકમાં વધારો થઇ શકે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર લખપતિ દીદી માટે નીચેની વિગત અનુસાર આવક ગણતરી કરવામાં આવે છે.

30,527 મહિલાઓની આવક એક લાખથી વધુ થઇ

ગુજરાતમાં 7,98,333 મહિલાઓની આ યોજના અંતર્ગત નોંધણી કરવામાં આવી છે. તેમાંથી 7,66,743 મહિલાઓ કૃષિ આધારિત રોજગારમાં સંકળાયેલી છે અને અન્ય મહિલા બિન-કૃષિ ક્ષેત્રો જેવા કે હસ્તકળા, ઉત્પાદન, સેવાઓ અને અન્ય નાના વ્યવસાયોમાંથી આવક મેળવી રહી છે. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં 1,06,823 મહિલાઓની ઓળખ કરવામાં આવી છે અને 30,527 મહિલાઓની આવક એક લાખથી વધુ થઇ ગઇ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button