બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યાની સ્થિતિ; બે કલાકમાં 6 ઇંચ વરસાદ
પાલનપુર: ગુજરાતમાં પડી રહેલા સર્વત્ર વરસાદની મહેરની દ્રષ્ટિ હવે ઉત્તર ગુજરાત તરફ મંડાઇ છે. આજે રાજ્યમાં વરસાદે તૂફાની બેટીંગ કરી હતી. આજે મેઘરાજાએ બનાસકાંઠાને ધમરોળ્યું હતું. બનાસકાંઠાના લાખણીમાં આજે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી, અહી માત્ર બે કલાકમાં જ સાડા છ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ચાર કલાકમાં કુલ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં મેઘરાજા છેલ્લા એક અઠવાડિયાથી મહેર કરી રહ્યા છે. ત્યારે વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં તોફાની બટિંગ કર્યા બાદ, બનાસકાંઠામાં ધમાકેદાર સવારી કરી રહ્યા છે. જિલ્લાના લાણખી તાલુકામાં બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. જેને પગલે રોડ રસ્તા નદી બની ગયા છે.
આ પન વાચો : જૂનાગઢ-ગીર-સોમનાથની નદીઓ છલકાઈ, ત્રણ દિવસના સતત વરસાદ બાદ આજે ઉઘાડ નીકળતા રાહત
હાલ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ મેઘરાજાએ ઉતર ગુજરાતમાં તૂફાની બેટિંગ કરી છે. અહી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. અહી લાખણી તાલુકામાં બપોરના 12 થી 2 વાગ્યા સુધી માત્ર બે કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જો કે કુલ ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
આ સાથે બનાસકાંઠાના અન્ય તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના લાખણીમા પડેલા વરસાદથી તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. નદી નાળાઓમાં પણ પાણી બે કાંઠે વહેતા થયા હતા. જિલ્લાના અન્ય તાલુકાઓ સુઈગામ, કાંકરેજ, પાલનપૂર અને વાવમાં પણ વરસાદ પડ્યો છે. લાખણીમાં સૌથી વધુ સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે વાવમાં 798 મીમી, થરાદમાં 58 મીમી, કાંકરેજમાં 20 મીમી, પાલનપૂરમાં 25 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. વડગામ અને દિયોદરમાં પણ 3 થી 4 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.