58 લાખના હેરોઈન સાથે કચ્છમાં પંજાબ કનેક્શન; બે પંજાબી યુવકોની ધરપકડ...

58 લાખના હેરોઈન સાથે કચ્છમાં પંજાબ કનેક્શન; બે પંજાબી યુવકોની ધરપકડ…

ભુજ: નશાખોરીના વધતા પ્રમાણની વચ્ચે કચ્છ જિલ્લાના ગાંધીધામથી આજે સતત બીજા દિવસે સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટુકડીએ પંજાબથી માદક પદાર્થ લઈને અહીંના રેલવે સ્ટેશન પાસે પહોંચેલા બે શખ્સોને રૂ.૫૮.૦૮ લાખના હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડીને, વધુ એક વખત કચ્છના પંજાબ કનેક્શનનો પર્દાફાશ કર્યો હતો.

58 લાખની કિંમતનો હેરોઇન ડ્રગ્સનો જથ્થો
આ કાર્યવાહી અંગે એસ.ઓ.જીના પી.આઇ ડી.ડી.ઝાલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘નો ડ્રગ્સ ઇન કચ્છ ઝુંબેશ’ અંતર્ગત હાલ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે એ વચ્ચે તેમની ટુકડીને મળેલી પૂર્વ બાતમીના આધારે ગાંધીધામના રેલવે ઓવર બ્રીજ પાસેન સર્વિસ રોડ પર પંજાબના તરનતારન જિલ્લાના કુલવિન્દરસિંગ હરદેવસિંગ સિંગ અને લખવિન્દરસિંગ ગુરનામસિંગ સિંગ નામના યુવકોને વોચ ગોઠવી અટકમાં લીધા હતા. તલાશી લેતાં તેમની પાસેથી રૂ.૫૮,૦૮,૦૦૦ની કિંમતનો હેરોઇન ડ્રગ્સનો ૧૧૬.૧૬ ગ્રામ જથ્થો ઉપરાંત ચાર મોબાઇલ ફોન, ડિજિટલ વજન કાંટો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી માટે બી-ડિવિઝન પોલીસે સોંપ્યા હતા.

અન્ય એક આરોપી પોલીસ પકડથી દુર
હજુ તરનતારનના સંગતપુરના સુખા નામના સાગરીતને પકડવાનો બાકી હોવાનું ડી.ડી ઝાલાએ જણાવ્યું હતું. ડ્રગ્સ સાથે ઝડપાયેલા આ બંને આરોપીઓ પૈકી કુલવિન્દરસિંગ હરદેવસિંગ સિંગ વિરૂધ્ધ ગત વર્ષે પણ માદક પદાર્થનો ગુનો બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button