કચ્છ

ધોરડો રણોત્સવમાં બંદોબસ્ત વચ્ચે શોકનું મોજું: SRPના બસ ચાલકનું હાર્ટ એટેકથી નિધન…

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ કચ્છના ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવમાં બંદોબસ્ત અર્થે ભચાઉથી આવેલી એસઆરપીની ટુકડીના બસના ડ્રાઈવર એવા મહોબતસિંહ ખેંગારજી સોઢા (ઉ.વ. ૪૬)નું હૃદયરોગના હુમલાથી મોત થતાં ગમગીની પ્રસરી હતી.

ધોરડોના સફેદ રણમાં દર વર્ષે યોજાતા રણોત્સવ દરમ્યાન વિવિધ પોલીસ જવાનો ઉપરાંત ભચાઉથી એક એસઆરપીની ટુકડી બંદોબસ્ત અર્થે આવે છે. આ ટુકડીની બસના ડ્રાઈવરનાં સ્થાને અન્ય ડ્રાઈવર એવા મહોબતસિંહ સોઢા (રહે. પોલીસ લાઈન, એસઆરપી,ભચાઉ) આવ્યા હતા અને ગઈકાલે સાંજે ધોરડો પોલીસ મથકના મેદાનમાં સ્ટેજ ઉપર હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા. તેઓને ૧૦૮ મારફત પ્રથમ ભીરંડિયારા, ત્યારબાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો…ગુજરાતીઓના હૃદય પડી રહ્યા છે નબળા, દરરોજ હાર્ટ એટેક લે છે આટલા લોકોનો ભોગ

પ્રાથમિક તપાસમાં તબીબે હૃદયરોગના હુમલાથી મોત થયાનું કારણ દર્શાવ્યું હતું. મૃતકના પરિવારમાં તેના અન્ય ભાઈઓના પણ મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયાની વિગતો સંબંધિતો પાસેથી મળી હોવાનું બી-ડિવિઝન પોલીસના પીએસઆઈ કે. એચ.આહીરે જણાવ્યું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button