કચ્છ

અંજારમાં એક સાથે છ મંદિરોમાં ચોરીઃ ભાવિકોમાં રોષ…

ભુજ: કચ્છમાં તસ્કરોએ અંજાર તાલુકાના જૂના સુગારિયા ગામમાં ત્રાટકીને મધરાતે માત્ર ત્રણ કલાકના સમયગાળામાં વિવિધ છ મંદિરોના નકુચા તોડીને સોના ચાંદીના 62 છત્તરો અને રસોડાના વાસણો મળી 40 હજાર 500 ની માલમતાની ચોરી કરી જતાં ભાવિકોમાં રોષ ફેલાયો છે.

Also read : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો કોંગ્રેસના હંગામાંથી પ્રારંભ…

અંજાર પોલીસે નોંધી ફરિયાદ
ગત મંગળવારે રાત્રે બનેલા આ બનાવ અંગે મોડી રાત્રે અજાણ્યા તસ્કરો સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ગામમાં રહેતા જીવાભાઈ ગુજરીયા એ પોલીસને જણાવ્યું હતું કે રાતના બે વાગ્યાથી પાંચ સુધીના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો.

મંદિરોમાં ચોરીથી લોકોની લાગણી દુભાઈ
અજાણ્યા તસ્કરોએ જાડેજા પરિવારના મોમાય માતાના મંદિર, તેની બાજુમાં આવેલા શિતળા માતાના મંદિર, મંરડ પરિવારના મોમાય માતાના મંદિર, વાછરા દાદાના મંદિર, સુથાર પરિવારના ચામુંડા માતાના મંદિર અને ગામની ભાગોળે આવેલા મોમાય માના મંદિરમાં હાથફેરો કર્યો હતો.તમામ મંદિરોમાંથી તસ્કરો ચાંદીના 59 છત્તર, સોનાના 3 છત્તર અને બે હજારના વાસણો મળીને 40 હજાર 500ની કિંમતની ચીજવસ્તુ ચોરી જતાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.

Also read : રાજકોટ હોસ્પિટલમાં મહિલાઓના અંગત વીડિયો વેચવાનું કૌભાંડઃ મહારાષ્ટ્રમાંથી 2 ઝડપાયાં…

ફરી તસ્કરીની ઘટનાઓ વધી
વાગડના મંદિરોમાં સામૂહિક ચોરીના બનાવો સંદર્ભે ગત ઓક્ટોબરમાં પોલીસે રાજસ્થાની ગેંગને દબોચી લીધાં બાદ મંદિરોમાં સામૂહિક તસ્કરી બંધ થઈ ગઈ હતી. હવે ફરી આ ઘટના ઘટતાં પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા કવાયત હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button