રાપરમાં તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા; પોલીસને આડા સંબંધોની શંકા

ભુજ: કચ્છમાં હત્યાની ઘટનાઓનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેવા પામ્યો હોય તેમ રાપર તાલુકાના આણંદપર અને ગેડી ગામના માર્ગ પર એક 25 વર્ષીય યુવકની તેના ગળા પર ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવતાં પંથકમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
આ પણ વાંચો: રાપરના કાનમેર ગામના 8 મંદિરોમાંથી ચોરી: શ્રદ્ધાળુઓમાં રોષ
ગણતંત્ર દિવસની સાંજે કચ્છના રાપર વિસ્તારમાં બનેલા હત્યાના બનાવ અંગે ઈન્ચાર્જ પી.આઈ એમ.એન. દવેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત રવિવારે સાંજે મૃતક અરવિંદ રામજી કોલી (રહે. આણંદપર)નો ગેડી જતાં માર્ગ પર ધડથી અલગ થઇ ગયેલા મૃતદેહની બાજુમાં મોટર સાયકલ હોવાની માહિતી મળતાં રાપર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આ પણ વાંચો: રાપર કેનાલ દુર્ઘટના: વધુ એક મૃતદેહ મળ્યો, ચપ્પલ બન્યું મોતનું કારણ…
મૃતક અરવિંદ અપરિણીત હતો અને વાડીમાં ખેતમજૂરી કરતો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આડા સંબંધોમાં તેની ઘાતકી હત્યા કરી દેવાઈ હોવાનું બહાર આવ્યું હોવાનું અને હત્યારો હાથવેંતમાં હોવાનું દવેએ ઉમેર્યું હતું.