કચ્છટોપ ન્યૂઝ

PM Modi સોમવારે કચ્છની મુલાકાતે આવશે: જિલ્લામાં ડ્રોન ઉડાડવા મુકાયો પ્રતિબંધ…

પશ્ચિમ કચ્છ જિલ્લાના વિસ્તારને આગામી 23/05/2025થી તારીખ 26/05/2025 સુધી ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરાયું

ભુજ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26/05/2025ના રોજ કચ્છ જિલ્લાના ભુજ શહેર ખાતે સંભવિત મુલાકાતે આવવાના છે. જેથી આ સંભવિત મુલાકાત કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પ્રવાસ કાર્યક્રમ અન્વયે પશ્ચિમ કચ્છ પોલીસ હદ વિસ્તારમાં ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

District Magistrate Anand Patel Kutch-Bhuj

પશ્ચિમ કચ્છ પોલીસ હદ વિસ્તારમાં ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરાયું
જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163થી અન્વયે કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છ પોલીસ હદ વિસ્તારમાં આવતા સમગ્ર વિસ્તારને તારીખ 23/05/2025થી તારીખ 26/05/2025 સુધી ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે. જેથી જો કોઈ વ્યક્તિએ આ તારીખ દરમિયાન જાહેરનામાનો ભંગ કરીને ડ્રોન ઉડાડ્યું તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા સાથે સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેરનામા પ્રમાણે કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઈક્રોલાઈટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઈડર/પેરાગ્લાઇડિંગ (HANG GLIDER/PARAGLIDING), પેરા મોટર (PARA MOTOR), પેરા જમ્પીંગ (PARA JUMPING) તથા હોટ એર બલુન (HOT AIR BALLOONS) ઉપરોકત વિસ્તારમાં ઉડાવવા પર તારીખ 23/05/2025થી તારીખ 26/05/2025 સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ ગુનેગાર બનશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button