કચ્છઃ મુન્દ્રામાં એસી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ, પિતા-પુત્રીનું મૃત્યુ; પત્ની ગંભીર રીતે દાઝી…
કચ્છઃ મુન્દ્રાના રહેણાંક મકાનમાં આગ લાગતાં બે લોકોના મૃત્યુ થયા હતા. એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં ઘટના બની હતી. બ્લાસ્ટ થતાં થોડી જ સેકંડમાં સમગ્ર ઘરમાં આગ પ્રસરી ગઈ હતી. આ ઘટનામાં પિતા-પુત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે પત્ની ગંભીર રીતે દાઝી જતાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધડાકાનો અવાજ સાંભળીને પડોશીઓ દોડી આવ્યા હતા અને પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે આવીને કાબુ મેળવ્યો હતો.
Also read : 24 વર્ષ પહેલા કચ્છમાં આજના દિવસે ત્રાટક્યો હતો કાળમુખો ભૂકંપ, આજે પણ લોકો ધ્રુજે છે થરથર…
આંધ્રપ્રદેશનો છે પરિવાર
મુન્દ્રામાં આવેલા સૂર્યનગરમાં એક રહેણાંક મકાનમાં એસીનું કોમ્પ્રેસરમાં ફાટતાં ધડાકો થયો હતો અને ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના બની ત્યારે પરિવારના ત્રણ સભ્યો ગાઢ નિંદ્રામાં સૂતા હતા. બ્લાસ્ટના લીધે ભભૂકી ઉઠેલી આગમાં ત્રણેય જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં રવિ કુમાર રામેશ્વર રાય (ઉ.વ. 41) અને જાનવી (ઉ.વ. 2)નું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું, જ્યારે પત્ની કવિતાબેન ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક છે. ઘટનામાં ભોગ બનનારો પરિવાર આંધ્રપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે.
Also read : આ છે દેશનો સૌથી મોટો જિલ્લો, એક સમયે અપાયો હતો સ્વતંત્ર રાજ્યનો દરજ્જો… તમને ખબર છે નામ?
પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. કયા કારણોસર કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.