મુંદરા શહેરના ભંગારવાડામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી | મુંબઈ સમાચાર

મુંદરા શહેરના ભંગારવાડામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી

મુંદરા શહેરની ઓળખ સમા ડાક બંગલા નજીકના ભૂખી નદી વિસ્તારમાં કબ્રસ્તાન પાછળના ભાગમાં આવેલા ભંગારવાડામાં શનિવારે રાત્રે લાગેલી આ વિકરાળ આગ લગભગ બાર કલાકે કાબુમાં લેવાઈ હતી. અગ્નિશમન દળ પાસેથી પ્રાપ્ત મુજબ, રાત્રે ૧૨ અને ૧૦ કલાકે મેજર ફાયર અંગેનો કોલ આવ્યો હતો. આ વિકરાળ આગના ધુમાડા ત્રણ-ચાર કિલોમીટર દૂર સુધી દેખાયા હતા. અંદાજે પાંચથી સાત કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ અંકુશમાં લેવામાં આવી હતી. ફાયર ફાઈટર ઓછા પડતાં અદાણી ગ્રુપ તેમજ જિંદાલ ગ્રુપની અગ્નિશમન ટુકડીના ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. આગજનીના આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થઇ ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આપણ વાંચો:  ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ તીવ્ર બન્યું , ઈરાને યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

દરમ્યાન, મુંદરા, કંડલા સહિતની સંવેદનશીલ જગ્યાઓએ આ રીતે કચરો બાળવાની પ્રવૃત્તિ બેફામ બની રહી છે. મુંદરાની આ આગમાં પ્લાસ્ટિક, લોખંડ, ઓઇલ, પૂંઠાં સહિત જ્વલનશીલ કેમિકલ પદાર્થો સહિતનો ભંગાર જેવો સૂકો કચરો બળીને ખાખ થઈ ગયો હતો, આ ઉપરાંત તેમાં જાણીતી તેલ કંપનીની પ્લાસ્ટિકની વેસ્ટ ચીજો પણ હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરાયો છે. આગ એટલી વિકરાળ હતી કે, આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button