કચ્છ

બેફામ ચાલતા ટ્રકે મુંદરા રહેતા પરિવારના બે પુત્રોનો જીવ લીધો…

ભુજઃ ભૂકંપ બાદ સીમાવર્તી કચ્છમાં થઇ રહેલા ઔદ્યોગિકીકરણને પરિણામે આ રણપ્રદેશના ધોરીમાર્ગો પર માતેલા સાંઢની માફક દોડી રહેલા તોતિંગ વાહનો થકી લગભગ દરરોજ માર્ગ અકસ્માતના બનાવો સતત બની રહ્યા છે તેવામાં બંદરીય મુંદરા તાલુકાના બાબિયા ગામના પાદરે ગત શુક્રવારે બપોરના અરસામાં એક જીવલેણ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટરસાઇકલ પર જઈ રહેલા મૂળ રાધનપુરના લક્ષ્મણ દલા ઠાકોર (ઉ.વ.૨૦) અને સાવન દલા ઠાકોર (ઉ.વ.૧૭) નામના બે સહોદરોના ટ્રક હડફેટે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થતાં પંથકમાં ભારે અરેરાટી પ્રસરી છે.

પ્રાગપર પોલીસ મથકે બાબિયા ગામમાં સ્થિત એક વાડી પર રહેતા દલાભાઈ સવજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્રો લક્ષ્મણ અને સાવન બપોરના અરસામાં કેરાથી બાબિયા તરફ આવવા મોટરસાઇકલ પર નીકળ્યા હતા. આ દરમ્યાન પોણા વાગ્યાના અરસામાં બાબિયા ગામ નજીક અચાનક સામેથી ધસી આવેલી ટ્રક નં. જીજે ૦૪ એક્સ ૫૬૧૮)એ તેમને અડફેટમાં લીધા હતા. ટક્કર બાદ રસ્તા પર પટકાયેલા બંને ભાઈઓ પરથી તોતિંગ ટ્રક ફરી વળતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વાહન સમેત નાસી છૂટેલા ટ્રકચાલકને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button