માંડવી

દીકરી પ્રેમી જોડે ભાગી ગઈ! પરિવારે વેર રાખીને યુવકના પિતાને મોતને ઘાટ ઉતાર્યો…

માંડવીઃ સરહદી કચ્છના બંદરીય માંડવીના બિદડા ગામે દીકરી ગામના એક યુવક જોડે ભાગી ગઈ હોવાની ઘટના ઘટી હતી. આથી દીકરી પરિવારની ત્રણ મહિલાઓએ યુવકના વયોવૃદ્ધ પિતાને માર માર્યો હતો. જેના કારણે યુવકના પિતાનું સારવાર દરમિયાન મોત થતાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે. ગુરુવારે સાંજે બિદડાના જૂના બસ સ્ટેન્ડ નજીક પાનની દુકાનના બાંકડા પર 75 વર્ષના નિર્બળ અને નિઃસહાય વૃદ્ધને ધોકાથી માર મારતી આ મહિલાઓના કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું અને તે ક્લિપ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ હતી.

યુવતીના પરિવારે લધાભાઈ સંઘાર પર કર્યો હિંસક હુમલો
આ બનાવમાં કોડાય પોલીસે ત્રણ મહિલા સહિત ચાર સામે દાખલ કરેલી ફરિયાદમાં હત્યાનો ગુનો નોંધ્યો છે. બિદડા ગામે રહેતો રાજેશ ઊર્ફે બોબી લધા સંઘાર અને ગામમાં રહેતી તેના સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં અને ફેબ્રુઆરીથી ભાગી ગયા હતાં. વેર રાખીને યુવતીના પરિવારે રાજેશના પિતા લધાભાઈ સંઘાર પર હિંસક હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે હુમલાખોર રાજબાઈ વીરમ સાકરીયા, જાનબાઈ બુધિયા અને સોનબાઈ સામે એક થઈને માર મારવા સાથે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

આપણ વાંચો : રસોઈયો નહીં લૂંટારોઃ માંડવીને રેસ્ટોરાં કામ કરતો રસોઈયો એક નહીં 25 ગુનામાં છે વોન્ટેડ

હત્યાના ઈરાદે કરવામાં આવ્યો હતો હુમલો
આ મહિલાઓને ગુનો આચરવા માટે કારમાં લઈ આવનાર રાજબાઈના ભત્રીજા વિશાલને પણ પોલીસે આરોપી બનાવી ગઈકાલે ચારેની અટક કરીને અદાલતમાં રજૂ કર્યો હતાં. કોર્ટે ચારેયને આરોપીઓને જામીન પર મુક્ત કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ફરિયાદ નોંધાવનાર લધાભાઈના પુત્ર દિનેશે આરોપ કર્યો હતો કે આ હુમલો જાણીજોઈને અને હત્યાના ઈરાદે કરવામાં આવ્યો હતો, જે હુમલામાં તેના પિતાનું મોત થયું છે, જેથી પોલીસે ગુનામાં હળવી કલમો લગાડી છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે હત્યાની કલમનો ઉમેરો થયાં બાદ કૉર્ટની સૂચના મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button