
ભુજ: કચ્છમાં આજે અપમૃત્યુના ત્રણ કિસ્સાઓ બનાવ્યા હતાં. માંડવી શહેરમાં રહેતી એક નવપરિણીત યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું, જેને કારણે વિસ્તારમાં ગમગીની પ્રસરી ગઈ છે.
મળતી માહિતી મુજબ માંડવી શહેરના સત્સંગ આશ્રમ પાસે રહેતી ભૂમિ વિજયરાજ ગોસ્વામી નામની 22 વર્ષીય પરિણીતાએ અજાણ્યા કારણોસર ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ પણ વાંચો: સુરતમાં પ્રેમી સાથે શરીર સંબંધથી પ્રેમિકા થઈ ગર્ભવતી, કહ્યું- સાથે આપઘાત કરીશું ને પછી….
માંડવી તાલુકાના મોટા લાયજા ગામની રહેવાસી ભૂમિ માત્ર આઠ મહિના અગાઉ જ લગ્ન કરી માંડવી શહેર આવી હતી. થોડા દિવસ અગાઉ જ ભૂમિ, તેનો પતિ તથા નણંદ કુલુ-મનાલી ફરવા ગયા હતા અને બુધવારે જ માંડવી પરત ફર્યા હતાં. ત્યાર બાદ અચાનક આ અંતિમ પગલું ભરી લીધું હતું.
આગામી 17મી ફેબ્રુઆરીએ પરિણીતાના ભાઈના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતાં, જેના માટે કંકોત્રીઓ લખવા અને વહેંચવાની તૈયારીઓ ચાલી રહી હતી. એવામાં પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતાં પરિવારજનો શોકમાં છે.
પોલીસે ગુનો નોંધી તાપસ શરુ કરી છે.
ગાંધીધામમાં હિટ એન્ડ રન:
ગાંધીધામ તાલુકાના જવાહરનગર નજીક બનેલા એક હિટ એન્ડ રનના બનાવમાં મોટરસાઇકલ ચાલક યુવાનનું મોત થયું હતું. મૃતકની ઓળખ 19 વર્ષીય પ્રવીણ રમેશ ખોરવાલ તરીકે થઇ છે.
આ પણ વાંચો: જાણીતી અભિનેત્રીને થયો મોટો અકસ્માતઃ ચાહકોને આ રીતે આપી માહિતી…
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અંજારની પાસે આવેલા વરસામેડી ગામની કાવ્યા રેસિડેન્સીના રહેવાસી યુવાન મોટરસાઇકલ પર મોગલધામ ખાતે દર્શન કરવા નીકળ્યો હતો. યુવાન જવાહરનગર નજીક ભચાઉ-ગાંધીધામ હાઈવે પાસે પહોંચતાં કોઇ અજાણ્યા વાહને તેના મોટરસાઈકલને હડફેટમાં લીધું હતું.
અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતાં યુવકનું સારવાર મળે તે અગાઉ જ મોત થયું હતું. અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
પગપાળા ચાલી રહેલા યુવકનું મોત:
કચ્છમાં અપમૃત્યુનો વધુ એક બનાવ ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં બન્યો હતો. સર્વિસ રોડ પર પગપાળા જઈ રહેલા 30 વર્ષય અજ્ઞાત યુવાનને ભારે વાહને ટક્કર મારી હતી. તેને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર વાહન તેમજ મૃતકની ઓળખ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.