કચ્છમાં ફરી ફેલાયો લમ્પીઃ 58 ગામમાં 91 કેસ નોંધાયા...

કચ્છમાં ફરી ફેલાયો લમ્પીઃ 58 ગામમાં 91 કેસ નોંધાયા…

ભુજઃ દૂધાળા પશુઓ માટે કાળ બનીને ત્રાટકેલા લમ્પી વાઇરસનો વ્યાપ સમગ્ર રાજ્યની સાથે સાથે પશુપાલનના હબ સમાન સીમાવર્તી કચ્છ જિલ્લામાં પણ વધવા લાગતાં હરકતમાં આવેલા પશુપાલન વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં કુલ ૯૧ જેટલાં પશુઓ લમ્પીગ્રસ્ત હોવાનું બહાર આવ્યું હતું. જે પશુઓની ત્વરિત સારવાર કરવામાં આવતાં ૬૪ જેટલા પશુઓ સ્વસ્થ થયાં છે જયારે ૨૭ને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સદ્ભાગ્યે હજુ સુધી આ ચેપી રોગને કારણે કચ્છમાં એક પણ પશુનું મોત થયું નથી.

આ અંગે પશુપાલન અધિકારી નરુદીન નાથાણીએ જણાવ્યું હતું કે, કચ્છના ૫૮ ગામોમાંથી ૯૧ લમ્પી વાઇરસના કેસો આ સર્વે દરમ્યાન સામે આવ્યા હતા.રોગના ઝડપી ફેલાવાને રોકવા માટે યુદ્ધના ધોરણે વેક્સિનેશનની પ્રકિયા ચાલી રહી છે. ગત જુલાઈથી ૫મી ઓગસ્ટ સુધીમાં રખડતાં ઢોર અને માલધારીઓના ઢોર સહીત ૬૭,૩૯૫ પશુઓનું રીંગ વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

ખાસ તો ૦થી ૨ વર્ષ સુધીના વાછરડા અને વાછરડીમાં જ મુખ્યત્વે કેસ સામે આવ્યા છે. મોટા પશુઓને વેક્સિન જલ્દી આપી દેવામાં આવતાં નહિવત કેસ સામે આવ્યા છે. હાલ કચ્છના દસમાંથી છ તાલુકાઓમાં લમ્પીના સક્રિય કેસ સામે આવ્યા છે જેમાં અંજારમાં ૭, ગાંધીધામમાં ૨, ભુજમાં ૭, બંદરીય માંડવી અને મુંદરામાં ૪-૩, રાપર ૪નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…કચ્છના આ શહેરોમાં પશુઓમાં ફરી દેખાયો લમ્પીરોગઃ માલધારીઓ ફફડ્યા

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button