કુદરતી ઘાસચારાની અછત વચ્ચે લખપતના માલધારીઓની પશુધન સાથે હિજરત શરૂ…

ભુજ: સીમાવર્તી કચ્છના લખપત તાલુકાનો માલધારી સમુદાય હાલ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. સતત વરસેલા વરસાદને કારણે કચ્છમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કુદરતી ઘાસચારાની તીવ્ર અછતને કારણે મજબુર પશુપાલકો તેમના ગૌધન-પશુધન સાથે અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
Also read : મહાશિવરાત્રિ પર સોમનાથ ખાતે ઉજવાશે સોમનાથ મહોત્સવ; ત્રિ-દિવસીય કળા દ્વારા આરાધના
વર્તમાન સ્થિતિમાં ઘાસચારો કિલોદીઠ રૂ. ૧૦ અને પરિવહન ખર્ચ રૂ.૨ મળી કુલ રૂ.૧૨ની કિંમતે ખરીદવો પડે છે, જે માલધારીઓ માટે પરવડે તેમ નથી. લખપતના બરંદા, ચામરાઈ, ચામરા, ભેખડો, છેલ્લા વાંઢ અને ખડક જેવા છેવાડાના ગામોમાંથી હજારોની સંખ્યામાં પશુધન સાથે પશુપાલકો નખત્રાણા, ભુજ અને આસપાસના વિસ્તારોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે.
Also read : કચ્છીઓ માટે સારા સમાચાર: ભુજ-નલિયા રૂટ એપ્રિલ માસથી દોડશે પેસેન્જર ટ્રેન
ભેખડો ગામના સ્થાનિક આરબ જતના જણાવ્યા મુજબ, ગત ચોમાસામાં સારો વરસાદ થયો હતો, પરંતુ ત્યારબાદના કમોસમી વરસાદે સમગ્ર વિસ્તારના ઘાસચારાનો સોથ વાળી દીધો. કમોસમી વરસાદે લીલા દુષ્કાળની સ્થિતિ સર્જી હતી, જેમાં ભેદી બીમારીને કારણે ૨૦ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલ બાકી રહેલા પશુપાલકો પણ હિજરત માટે તૈયારી કરી રહ્યા છે. સ્થાનિકોએ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ પાસે પશુધન માટે ચારિયાણની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.