બે પોલીસકર્મીના મર્ડરના ચકચારી ગુનામાં ૨૨ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો...

બે પોલીસકર્મીના મર્ડરના ચકચારી ગુનામાં ૨૨ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો…

ભુજઃ પૂર્વ કચ્છની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ એક ૨૨ વર્ષ જૂનાં બે પોલીસ કર્મીઓની નિર્મમ હત્યાના કેસમાં નાસતાં ફરતાં કમળારામ મીરારામ ભીલ નામના ૪૨ વર્ષના રાજસ્થાની શખ્સને બાડમેર ખાતેથી દબોચી લીધો હતો. આ અંગે એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.ચુડાસમાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ગત ૧૫-૧૨-૨૦૦૩ના રોજ ભચાઉના કુંજીસર પાસે પૂર્વ બાતમીના આધારે ભચાઉ પોલીસ અને સ્ટ્રાઈકીંગ ફોર્સની ટૂકડી શરાબનો જથ્થો ભરીને આવી રહેલી એક જીપકારને પકડવા માટે વોચમાં ઉભી હતી.

બાતમી મુજબની પસાર થયેલી જીપકારને અટકાવવા માટે હાજર પોલીસ કર્મચારીઓએ પ્રયાસ કર્યો ત્યારે આ બૂટલેગરોએ-પોલીસ ટુકડીઓ પર જ ફિલ્મીઢબે જીપકારને ચઢાવી દેતાં બે પોલીસ કર્મચારીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં હતા જયારે એક કર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ગુનામાં પોલીસે તે સમયે આઠ આરોપીઓ સામે કાવતરું રચીને પોલીસ કર્મચારીઓની હત્યા માટે જીપ ચઢાવી દઈ હત્યા કરી હોવાનો ગુનો નોંધ્યો હતો.

રાજ્યસ્તરે ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણમાં સામેલ રાજસ્થાનના કમળારામની બે દાયકા બાદ પૂર્વ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાએ ધરપકડ કરીને હિન્દી ફિલ્મના પ્રસિદ્ધ ડાયલોગ કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈ”ને સાર્થક કરી બતાવ્યો છે.

આપણ વાંચો : ભુજના શેખ ફળિયામાંથી નકલી ચલણી નોટ છાપવાનું મટીરિયલ મળી આવ્યું, પોલીસ એક્શનમાં

સંબંધિત લેખો

Back to top button