કચ્છ

કચ્છના ખાવડા પંથકના કાંઢવાંઢ ખાતે યુવતીને મળવા ગયેલા બે યુવાનો પર અત્યાચાર…

ભુજઃ કચ્છના ખાવડા પંથકમાં એક યુવતીને મળવા ગયેલા બે યુવકોને આસપાસના લોકોએ પકડી લઈને તેમના પર કથિત રીતે અમાનુષી અત્યાચાર ગુજારવાનો માનવજાતને શર્મસાર કરી મૂકે તેવો વીડિયો આગની જેમ વાયરલ થતાં કચ્છ સહીત બૃહદ કચ્છમાં ભારે ચકચાર પ્રસરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, થોડા સમય અગાઉ ખાવડા પાસેના રણ સીમાડે આવેલા એક ગામના બે યુવાનો કાંઢવાંઢ બાજુના રણસીમાડે એક છોકરીને મળવા ગયા હતા, આ વેળાએ ત્યાં આવી ચઢેલા કેટલાક યુવકોએ આ બંને યુવાનોને પકડી લીધા હતા.

ત્યારબાદ આ બંને યુવાનોને તાલિબાની આતંકીઓની યાદ આવતા એકત્ર થયેલાં ટોળાંએ દોરડાં વડે બાંધી, ઢોર માર માર્યા હતા અને બંધક બનાવી તેમના વાળ કાપી અડધી મૂછો કાપી નાખી હતી. આટલાથી સંતોષ ન થતાં આ ઝનૂની ટોળાએ નગ્ન કરી, યુવાનોના મળ માર્ગે લાલ મરચાંની ભૂકી નાખીને તેમના પર ભયાનક અત્યાચાર ગુજાર્યો હતો.

આ સમગ્ર ઘટનાના વીડિયો ઉતારી લેવાયા હતા જે હાલ વાઇરલ થઇ રહ્યા છે. બે પક્ષ વચ્ચે સામાજિક રાહે સમાધાન થઈ જતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button