કચ્છટોપ ન્યૂઝ

ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈ હવે કચ્છનો દરિયાઈ માર્ગ સીલ, માછીમારીમાં પ્રતિબંધ…

ભુજ: ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા પર વધી રહેલા તણાવ કચ્છની ખાવડા નજીક સીમા આસપાસના વિસ્તાર પર પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવાની નિષ્ફળ કોશિશ બાદ, તકેદારીના પગલાં તરીકે કચ્છના દરિયામાં બીજો આદેશ ન મળે ત્યાં સુધી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના જખૌ, નારાયણ સરોવર અને લખપત સહિતના કાંઠાળ વિસ્તારના માછીમારોને આ અંગે સૂચના આપી દેવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ઉપરાંત દરિયામાં ગયેલી તમામ બોટોને પરત બોલાવવામાં આવી છે.

ભારત-પાકિસ્તાન જળસીમા સંવેદનશીલ
ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા હંમેશા સંવેદનશીલ રહી છે અને પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી માટે આ જળસીમાનો ઉપયોગ કરી રહ્યા છે. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના અજમલ કસાબ સહિતના આરોપી આતંકવાદીઓ આ જળમાર્ગથી મુંબઈ સુધી પહોંચ્યા હતા તેથી આ વિસ્તારને પણ આતંકીઓના આશ્રય સ્થાન સમો માનવામાં આવે છે.

કચ્છ સીમાએ તકેદારી વધારવામાં આવી
તે ઉપરાંત પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પણ આતંકવાદીઓને તાલીમ આપતા અડ્ડાઓ નાપાક દેશ દ્વારા ચલાવવામાં આવી રહ્યા હોવાનો ઇન્ટેલિજન્સ ઇનપુટ ભારત પાસે છે તેથી તેને ધ્યાને લઈને જમ્મુ-કાશ્મીર અને પંજાબ પછી હવે કચ્છ સીમાએ પણ કોઈ ઘર્ષણ સર્જાવવાની શક્યતા સંરક્ષણ નિષ્ણાતો જોઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button