Kutch માં એક મહિના બીજી વાર Earthquake નો આંચકો, કેન્દ્ર બિંદુ લખપતની નજીક…

અમદાવાદ : ગુજરાતના કચ્છ(Kutch)જિલ્લામાં સોમવારે સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો(Earthquake)આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ એ જણાવ્યું હતું કે સોમવારે સવારે 10.44 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ લખપતથી 76 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ એ આ જાણકારી આપી. જેમાં જિલ્લા વહીવટી તંત્રએ કહ્યું કે હાલમાં ભૂકંપને કારણે કોઈ જાનહાની કે જાન-માલને નુકસાન થયું હોવાની માહિતી નથી.
આ પણ વાંચો : ક્ષત્રિય મહાસંમેલનમાં રાજ શેખાવતે સરકારને પડકાર ફેંક્યો; વિધાનસભા તરફ કૂચ કરવાની ચિમકી આપી…
કચ્છ જિલ્લામાં બે વખત ત્રણથી વધુની તીવ્રતાનો ભૂકંપ
કચ્છમાં આ મહિનામાં અત્યાર સુધીમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં બે વખત ત્રણથી વધુની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે ISR અનુસાર, 7 ડિસેમ્બરે જિલ્લામાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી. ગત મહિને 18 નવેમ્બરે કચ્છમાં ચારની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ISR ડેટા અનુસાર આ અગાઉ 15 નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક પરીક્ષાના Paper Leak ની આશંકા , ચાલુ પરીક્ષાએ આન્સર કી વોટ્સએપમાં ફરતી થઈ
ગુજરાત ભૂકંપ બાબતે ઉચ્ચ જોખમ વિસ્તાર
ગુજરાત ભૂકંપ બાબતે ઉચ્ચ જોખમ વિસ્તાર છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડેટા અનુસાર, ગુજરાતમાં છેલ્લા 200 વર્ષમાં નવ મોટા ભૂકંપનો અનુભવ થયો છે. જેમાં 26 જાન્યુઆરી, 2001નો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ભૂકંપ હતો. ભૂકંપમાં જિલ્લાના ઘણા શહેરો અને ગામો લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા, જેમાં લગભગ 13,800 લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ અન્ય ઘાયલ થયા હતા.