Kutch ના તત્કાલિન એસપી કુલદીપ શર્મા 41 વર્ષ બાદ દોષી જાહેર, ત્રણ માસની સજા…

અમદાવાદ : ગુજરાતના કચ્છમાં(Kutch)રાજકીય અગ્રણીને 41 વર્ષ પૂર્વે માર મારવાના કેસમાં કોર્ટે તત્કાલિન એસપી કુલદીપ શર્માને દોષી જાહેર કર્યા છે. ભુજ કોર્ટે કુલદીપ શર્માને વર્ષ 1984ના કેસમાં ત્રણ માસની સજા ફટકારી છે. કુલદીપ શર્મા સાથે બીજા આરોપી ગીરીશ વસાવડાને પણ ત્રણ માસની સજા આપી છે.જોકે, આ ચુકાદો ફરિયાદી ઈભલા શેઠના મૃત્યુ પામ્યા બાદ આવ્યો છે.
Also read : Kutch માં ફરી ધરા ધ્રુજી, રાપરમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
એસપી કચેરી મળવા ગયાને માર માર્યાનો આક્ષેપ
આ કેસની વિગત મુજબ અબડાસાના મંધરા અબદુલ્લા હાજી ઇબ્રાહિમ ઉર્ફે ઇભલા શેઠ નલીયામાં નોંધાયેલા કેસ મામલે તત્કાલિન ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા, શંકર ગોંવિંદજી જોષી સહિતના આગેવાનો સાથે એસપી કચેરીએ મળવા માટે આવ્યા હતા.
ચાર આરોપી સામે ફરિયાદ દાખલ
આ દરમિયાન જે તે વખતના એસપી કુલદીપ શર્માએ તેમનું અપમાન કરી અપ-શબ્દ બોલી અને સાથી અધિકારીઓને બોલાવી માર મરાયાનો આક્ષેપ કરાયો હતો અને આ બાબતે જે તે વખતે ઈભલા શેઠને ઇજા પહોંચી હોવાથી ભુજની ચીફ જયુડિશિયલ કોર્ટમાં એસપી સહિત ચાર આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી.
Also read : ખેડાના Nadiad માં દારૂ પીવાથી ત્રણ લોકોના મોત, તંત્ર દોડતું થયું
બે આરોપી કેસ દરમિયાન મૃત્યુ પામ્યા હતા
આ કેસમાં કુલ ચાર આરોપી હતા. જેમાંથી બે આરોપી કેસ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય બે આરોપી કુલદીપ શર્મા તથા ગીરીશ વસાવડા સામે આ કેસમાં ચાર્જ ફેમ થયા હતા. આ કેસની સુનાવણી 28 જાન્યુઆરીના રોજ પુરી થઈ હતી. તેની બાદ આજે કેસનો ચુકાદો આપવામાં આવ્યો હતો.