આગામી 24 કલાકમાં ભયાનક વાવાઝોડું કચ્છને ધમરોળશે

ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે હોવાની આગાહીને વધુ એક વાર અનુમોદન મળતું હોય તેમ આગામી 24 જ કલાકમાં આ ભયાવહ વાવાઝોડું કચ્છને ઘમરોળી નાખશે તેવા વરતારા સામે આવ્યા છે. એક તરફ ડીપ ડિપ્રેશન નબળું પાડવાની વાત વચ્ચે હવે આ ડિપ્રેશન વધુ મજબૂત બનતા અમદાવાદ સહિતના શહેરોમાં ઝ્ંઝાવાતી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં મેઘરાજાના રોદ્ર સ્વરૂપ વચ્ચે ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ માં તહસ-નહસ જેવી સ્થિતિ સર્જાઈ છે. કચ્છ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે. માંડવીમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

ડીપ ડિપ્રેશન સિસ્ટમ બની વધુ મજબૂત
થોડા દિવસ અગાઉ બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાયું હતું. જે આગળ વધતાં વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું. આ પરિવર્તિત લો પ્રેશર મધ્યપ્રદેશ સુધી પહોંચતા ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ ગુજરાત તરફ ગતિ કરી હતી. ગુજરાત પહોચતા જ આ સિસ્ટમ વધુ સક્રિય બની ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ, આ પરિણામે છેલા 5 દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં હજુ આજે પણ આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે. મહત્ત્વનું છે કે રાજ્યના પશ્ચિમ છેડે આવેલું દેવભૂમિ દ્વારકા સતત બે દિવસથી સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો બની રહ્યો છે કારણ કે, ડીપ ડિપ્રેશન કચ્છ ઉપર સક્રિય થયું છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારકા જીલના હવાઈ નિરીક્ષણ બાદ મોડી સાંજે વડોદરા પણ જશે અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

ગત સપ્તાહે જ જાહેર થઈ હતી કૃષિ સહાય
15 દિવસ પહેલા ગુજરાતમાં થ્યેલા ભારે વરસાદ બાદ રાજ્ય સરકારે ત્રિ દિવાસીય બજેટ સત્ર દરમિયાન ગત સપ્તાહે રાજયના ખેડૂતો માટે રૂપિયા 350 કરોડનું કૃષિ સહાયતા પેકેજ જાહેર કર્યું હતું. ‘મુંબઈ સમાચારે’ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પૂછ્યું પણ હતું કે આગામી સપ્તાહે ભારે વરસાદની આગાહી છે ખેતરો- અને ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના નકારી શકાતી નથી. ત્યારે કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, આગામી સપ્તાહે પણ જો ભારે વરસાદ પડે અને ખેતીને નુકસાન થશે તો રાજ્ય સરકાર ફરીથી નિરીક્ષણ કરી જરૂરી સહાય માટે કૃષિકારોને મદદ માટે તત્પર રહેશે.