કલાતીર્થ દ્વારા 12 સંસ્કૃતિ સંવર્ધકોનું કચ્છની ધરતી પર સન્માન
કલાતીર્થ સંસ્થા સુરત દ્વારા કલા વિષયક પ્રવૃત્તિ, ક્લા સંવર્ધન અને જન માનસ સુધી ઐતિહાસિક વારસાને પહોંચાડીને ઉજાગર કરનાર સંસ્કૃતિ સંવર્ધકોનું કચ્છની ધરતી પર સન્માન કરવામાં આવ્યું . કલાતીર્થ ટ્રષ્ટ સુરત દ્વારા ક્લાવિષયક ગ્રંથોનું સંપાદન અને પ્રકાશન પણ કરવામાં આવે છે. શનિવારે 17 ઓગષ્ટના રોજ ભુજ ખાતે સંસ્કૃતિ સંવર્ધક ૨૦૨૪’ એવોર્ડ આપીને કલાતીર્થ દ્વારા પોંખવામાં આવ્યા હતા.
કલાતીર્થ દ્વારા કચ્છના લોકસાહિત્યના લેખક સ્વ. રામસિંહભાઈ રાઠોડે અંગ્રેજીમાં લખેલા ગ્રંથ કચ્છ એન્ડ રામરાંધ’ ગ્રંથનો કૃપાબેન ભટ્ટે કરેલા ગુજરાતી અનુવાદ ‘કચ્છ અને રામ રાંધ તથા કચ્છના વડોદરા સ્થિત તસવીરકાર અને લેખક પ્રદીપ ઝવેરીના અંગ્રેજી ગ્રંથ ‘લાઈફ ઓફ ક્રિષ્ના ડિપિક્ટેડ ઓન વોલ પેઈન્ટિંગ્સ’ નો ડો. પૂર્વી ગોસ્વામીએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ભીંતચિત્રોમાં કૃષ્ણચરિત્ર’નું વિમોચન કચ્છના જાણીતા ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ પાસુ શાહ તથા ઉપસ્થિત મહાનુભાવોએ કર્યું.
આ પણ વાંચો : મુખ્યમંત્રીએ ત્રણ-ત્રણ એવોર્ડ માટે કચ્છ એક્સપ્રેસની ટીમને પાઠવ્યા અભિનંદન
ભારતીય કલા અને સંસ્કૃતિના સંશોધન, સંપાદન અને સંવર્ધન ક્ષેત્રે પ્રદાન કરનારા બાર કલાસાધકોને ‘સંસ્કૃતિ સંવર્ધક-૨૦૨૪’ એવોર્ડથી જયારે કચ્છના જાણીતા અભ્યાસુ લેખક, વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી, રાજયના પૂર્વ નાણામંત્રી અને કચ્છના અભ્યાસુ અને લોકસાહિત્યના મર્મી બાબુભાઈ શાહ તથા કલાસાહિત્ય પ્રોત્સાહક, સમાજ સેવક તથા લેખક લીલાધરભાઈ ગડાને સમાજરત્ન-૨૦૨૪થી નવાજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અધ્યક્ષ વી એસ ગઢવી પૂર્વ માહિતી નિયામક ગુજરાત રાજ્ય તથા સમારોહના ઉદ્ઘાટક વાય.એસ રાવત એ.એસ.આઇ ધોળાવીરા સાઇટના નિષ્ણાંત અને ડોક્ટર મોહનભાઈ પટેલ કુલપતિ કચ્છ યુનિવર્સિટી ભુજ અને દિપેશભાઈ શ્રોફ , દેવેન્દ્રભાઈ પાસુ ઉપસ્થિતિ રહ્યા હતા.