ગાંધીધામ

ગાંધીનગરમાં ટાઇફોઇડના 2 હજારથી વધુ કેસનો કોંગ્રેસનો દાવો, આંકડા છુપાવવાનો આક્ષેપ

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 15 દિવસથી ફાટી નીકળેલા ટાઈફોઈડના રોગચાળામાં હવે તંત્ર અને વિપક્ષ સામસામે આવી ગયા છે. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન એવો દાવો કરી રહ્યું છે કે, લિકેજ બંધ થતા હવે ટાઈફોઈડની ગતિ ધીમી પડી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસે અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ સર્વે કરી મનપાના આંકડાઓને ખોટા ગણાવ્યા હતા. મનપાની સત્તાવાર યાદી મુજબ, 29 ડિસેમ્બર પછી પ્રથમ વખત 12 તારીખે નવા કેસનો આંકડો સિંગલ ડિજિટ એટલે કે 7 પર પહોંચ્યો છે. તંત્રએ જણાવ્યું હતું કે,નવા લિકેજની સંખ્યા શૂન્ય થઈ છે અને ક્લોરિન ટેસ્ટમાં પાણી પીવાલાયક હોવાનું જણાયું છે.

2 હજારથી વધુ કેસ હોવાનો દાવો કોંગ્રેસનો આરોપ

કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે, તંત્ર આંકડા છુપાવે છે ખરેખર વાસ્તવિકતા અલગ છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જે દરમિયાન માત્ર સેક્ટર-24માંથી જ 250થી વધુ દર્દીઓ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ લેબોરેટરી રીપોર્ટ અને હોસ્પિટલના ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન સહિતના પુરાવા પણ રજૂ કર્યા છે. જે આ દર્દીઓને ટાઇફોઇડ હોવાની પુષ્ટી કરે છે. સમગ્ર શહેરમાં ટાઇફોઇડના 2 હજારથી વધુ કેસ હોવાનો દાવો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો.

જવાબદારો સામે ‘માનવવધ’નો ગુનો દાખલ કરવાની પણ માંગ

કેટલાય દર્દીઓને સિવિલમાં યોગ્ય સારવાર ન મળતા તેઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયા છે. કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને પુરાવા સાથે આમને-સામને આવવા પડકાર ફેંક્યો હતો. કોંગ્રેસે ટાઈફોડમાં મૃત્યુ પામેલી બાળકીના પરિવારને 4 લાખની સહાય આપવા, ખાનગીમાં સારવાર લેનાર દર્દીઓનો ખર્ચ મનપા ભોગવવા, પાઇપલાઇન નાખનાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા અને ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ભરવા માંગણી કરી હતી. તે ઉપરાંત કોંગ્રેસે ટાઈફોઈડના સાચા આંકડા જાહેર કરી જવાબદારો સામે ‘માનવવધ’નો ગુનો દાખલ કરવાની પણ માંગ કરી હતી. કોંગ્રેસ ચિમકી ઉચ્ચરી હતી કે, આ માંગણીઓ નહીં સંતોષાય તો મેયર, કમિશનર અને કોર્પોરેટરોના ઘરનો ઘેરાવો કરવામાં આવશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button