ગાંધીધામ

ગાંધીધામમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશઃ યુવતીઓ સાથે મેનેજર ઝડપાયો…

ભુજ: ગાંધીધામ શહેરમાંથી સ્થાનિક પોલીસે વધુ સ્પા મસાજ સેન્ટરની આડમાં જાહેરમાં ધમધમતાં કુંટણખાનાનો પર્દાફાશ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર અને ગાંધીધામની એક એક યુવતીઓ સાથે સ્પાના મેનેજર કમ સંચાલકને ઝડપી લીધો છે.

Also read : Gujarat માં આ લગ્ન કેમ ચર્ચામાં આવ્યા, 145 પોલીસના જવાનો તહેનાત હતા સુરક્ષામાં?

ગાંધીધામ પોલીસે પાડ્યો દરોડો
પૂર્વ બાતમીના આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે કચ્છ કલા કોમ્લેક્સના પહેલા માળે આવેલા કેપિટલ થાઈ નામના સ્પામાં પાંચસો પાંચસોના દરની ચાર ચલણી નોટો સાથે ડમી ગ્રાહકને મોકલીને દરોડો પાડ્યો હતો જ્યાં આ જગ્યાનો મેનેજર કમ સંચાલક મૂળ રાજકોટના ગોંડલનો વતની અને હાલ અંજારના મેઘપર કુંભારડીના સિધ્ધેશ્વર નગરમાં રહેતો ૩૫ વર્ષિય રાજવીર પ્રવિણ ગઢવીને અટકમાં લીધો હતો.

Also read : ગાંધીધામમાં 42 વર્ષે પુરુષને બીજી વખત પરણવાનું ભારે પડ્યું, જાણો હકીકત?

એક આરોપી સામે નોંધાઈ ફરિયાદ
પોલીસે સ્પામાંથી સીસીટીવી ડીવીઆર, એક મોબાઈલ ફોન સહિત 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજવીર ગઢવી સામે અનૈતિક વ્યાપાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ સરકાર તરફે ફરિયાદ નોંધવામાં આવી છે. ઝડપાયેલી યુવતીઓની પૂછપરછ અને નિવેદનો બાદ તેમને જવા દેવાઈ હોવાનું પી. આઈ એમ. ડી. ચૌધરીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button