ઉડતા કચ્છ: અંજારથી 492 ગ્રામ ગાંજા સાથે ત્રણ યુવકોની ધરપકડ…

ભુજ: નશાખોરીની બાબતમાં પંજાબ સાથે સ્પર્ધા કરી રહેલાં કચ્છમાંથી લગભગ દરરોજ માદક પદાર્થો ઝડપાતા રહે છે તેવામાં પૂર્વ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંજાર શહેરના પ્રવેશદ્વાર સમા સિધેશ્વર તળાવ પાસેના ગંગાનાકા વિસ્તારમાંથી ત્રણ શખ્સોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.
Also read : સાબરકાંઠામાં પણ ડિંગુચા જેવો કેસઃ ફરી એક પરિવાર ગેરકાયદે અમેરિકા જવા નીકળ્યો અને…
1.29 લાખનો મુદ્દામાલ જપ્ત
પૂર્વ બાતમીના આધારે એસઓજીએ હાથ ધરેલી કાર્યવાહીમાં શેખટીંબા ગરાસીયા ફળિયાના રહેવાસી એવા આદમ ઉર્ફે અધુડો બાફણ,અલ્લારખા નોડે અને મોહમદ અબ્દુલ કકલની ધરપકડ કરી છે. યુવકો પાસેથી પોલીસે 492 ગ્રામ ગાંજો કિંમત રૂ.4920 ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂ.20000 એક મોટરસાયકલ કિંમત રૂ. 1 લાખ અને રોકડ રૂ. 4150 મળી કુલ રૂ. 1,29,070 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Also read : શેર માર્કેટમાં પાયમાલ થયેલો ઘરનો જ સભ્ય નીકળ્યો શિક્ષક દંપતીનો હત્યારો
અંજાર પોલીસે હાથ ધરી તપાસ
આરોપીઓ તેમના કબ્જાના ઝૂંપડામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે અંજાર પોલીસને સોંપવામાં આવ્યા હોવાનું એસઓજીના પોલીસ ઈન્સપેક્ટર ડી.ડી. ઝાલાએ જણાવ્યું હતું.