
કચ્છઃ જીલ્લાના ભચાઉમાં ચોબારી નજીક મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. લોકો સૂઈ રહ્યા હતા દરમિયાન ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 26 કિમી દૂર નોંધાયું છે.
Also read : કચ્છમાં ‘એઠવાડ’નો થાય છે સદુપયોગ; યુવાનોની ખાસ ટુકડી કરે છે એકઠો….
કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે. તેથી છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં 11મી માર્ચ મંગળવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) મુજબ પહેલો ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો.
જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. જેની એક મિનિટ પહેલા, 2.8ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર-પૂર્વમાં હતું. ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને ધ્રુજાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે.
Also read : કચ્છની કેસર કેરીનો સ્વાદ બનશે દોહ્યલો? કચ્છમાં ખરાબ વાતાવરણથી ખરી રહ્યો છે મોર-ખેડૂતોમાં ચિંતા
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે. જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે. રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.