
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ એક તરફ, ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧માં કચ્છને તારાજ કરનારા ભયાનક ધરતીકંપની વરસી નજીક આવી રહી છે ત્યારે બીજી બાજુ ધરતીના પેટાળમાં શરૂ થયેલી સીસ્મિક એક્ટિવિટીને પગલે,ભૂકંપ ઝોન-છમાં સમાવાયેલા રણ અને સમુદ્ર ધરાવતા કચ્છના અશાંત પેટાળમાં સતત નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવતા જ રહે છે.
તાજેતરમાં ૪થી વધારે તીવ્રતાના ભૂકંપના શક્તિશાળી આંચકાઓએ ધરતીને ધ્રુજાવી દીધી હતી ત્યારે બુધવારે સવારે કચ્છના પેટાળમાં ૨.૮ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો .જેની અસર કેન્દ્રબિંદુ આસપાસના ગામોમાં અનુભવાઈ હતી.
આ પણ વાંચો…ભારતના ભૂકંપ ઝોનનો નવો નકશો થયો તૈયાર: જાણો હવે કચ્છ ક્યા ઝોનમાં આવ્યું
સિસ્મોલોજી કચેરી, ગાંધીનગરથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, બુધવારે સવારે ૭ અને ૪૬ કલાકે પૂર્વ કચ્છના ભચાઉથી ૦૯ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો રિકટર સ્કેલ પર ૨.૮ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જમીનથી માત્ર ૨૦ કિલોમીટરની ઉંડાઇએથી ઉદભવેલા અને વધારે સેકન્ડ સુધી આવેલા આ આંચકાથી કેન્દ્રબિંદુ આસપાસના વિસ્તારોમાં વિશેષ અનુભૂતિ થતાં ગભરાટ ફેલાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભીય હિલચાલ ચિંતાજનક રીતે વધી રહી છે. કચ્છના રાપર, ભચાઉ અને ધોળાવીરા સહિતના વિસ્તારોમાં કેટલીક બિન સક્રિટ ફોલ્ટલાઇનો ફરી સક્રિય થઇ છે. એશિયન પ્લેટોનોમિક ઝોનમાં સમાવિષ્ટ ઈરાન,પાકિસ્તાન, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં પણ ધરતીકંપના આંચકાઓ સતત ધરતીને ધ્રુજાવી રહ્યા છે.
આ પણ વાંચો…કચ્છ-સૌરાષ્ટ્રમાં વારંવાર કેમ આવે છે ભૂકંપ? ભૂગર્ભના સ્કેનિંગમાં ખૂલ્યા રહસ્યો…



