કચ્છમાં જોવા મળી ડ્રોનની શંકાસ્પદ ગતિવિધિ, સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે તકેદારીના લીધા પગલા…

કચ્છ, ભુજઃ કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે પણ ડ્રોન જોવા મળ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કંડલામાં પણ બે ડ્રોન જોવા મળ્યાનું સૂત્રોએ જણાવ્યું છે. આવી સ્થિતિમાં ભુજમાં તંત્ર દ્વારા લાઈટો બંધ રાખવામાં આવી છે. જોકે, તેની સત્તાવાર જોઈ માહિતી શેર કરવામાં નથી આવી. પાકિસ્તાન પોતાના નાપાક હરકતો ક્યારે છોડવાનું નથી. પાકિસ્તાને વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ડ્રોન હુમલો કર્યો છે. જો કે, સામે ભારત દ્વારા મજબૂત રીતે જવાબ પણ આપવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોએ સ્વૈચ્છિક બ્લેકઆઉટ રાખી લાઈટો બંધી કરી
આજે કચ્છ, જખૌ, દયાપર, નલિયા, આદિપુર અને કંડલા પાસે પણ શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યાં છે. જેને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જવા મળ્યો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જ્યાં ડ્રોન જોવા મળ્યાં ત્યાં સ્થાનિક લોકોએ સ્વૈચ્છિક રીતે લાઈટો બંધી કરી દીધી હતી. ગઈ કાલે પણ કચ્છમાં ડ્રોન જોવા મળ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પઠાણકોટ નજીક પણ અનેક ડ્રોન જોવા મળ્યાઃ સૂત્રો
યુદ્ધવિરામ બાદ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. માત્ર કચ્છ જ નહીં પરંતુ આજે રાત્રે લગભગ 08:50 વાગ્યે પઠાણકોટ નજીક પણ અનેક ડ્રોન જોવા મળ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ડ્રોન જલંધર તરફ આગળ વધી રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના સાંબામાં બ્લેકઆઉટ વચ્ચે ભારતના હવાઈ સંરક્ષણ દળે પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાનને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપવામાં આવી
આજે ભારતના વડાપ્રધાને પણ રાષ્ટ્રને સંબોધન કરતા પાકિસ્તાનને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી પણ આપી હતી. ભારત અને પાકિસ્તાન સાથે માત્ર હવે આતંકવાદ અને પીઓકે મુદ્દે જ વાત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ બદલો લીધો અને પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા 100 આતંકીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતાં. યુદ્ધવિરામ બાદ પણ પાકિસ્તાને હુમલો કરીને યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે.