કચ્છના ખેડૂતો ખુશખુશાલઃ આ બાગાયતી ઉત્પાદન કરાવી રહી છે સારી કમાણી…

ભુજ: ભાતીગળ પ્રદેશ કચ્છના બારડોલી તરીકે ઓળખાતા નખત્રાણા પંથકમાં થતાં મધ જેવા મીઠાં દાડમની દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતની બજારોમાં માંગમાં પાછલા કેટલાક વર્ષોમાં વધારો થયો છે. દાડમનો મબલખ પાક તૈયાર થઇ જતાં ખેડૂતો માલના ઉતારા, પેકિંગ સહિતની કામગીરીમાં જોતરાઇ ગયા છે.
Also read : Gujarat Politics: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખની ક્યારે થશે જાહેરાત?
આ અંગે દેવપર(યક્ષ)ના ખેડૂત જયદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલ રૂ.૮૦થી ૧૦૦ રૂપિયા ભાવ આવે છે ત્યારે ભવિષ્યમાં ઉત્પાદન સામે માલની માંગ, સારી ગુણવત્તા વાળા દાડમ વગેરે પરીબળો ભાવ પર અસર કરે છે. ઉત્તર ભારતમાં સતત વધતી જતી માંગને કારણે કચ્છના દાડમ ઉત્પાદકોને ઉત્તમ ભાવ મળી રહ્યા છે, જેથી તેમની આવકમાં વધારો થયો છે અને દિલ્હી સહિતના ઉત્તર ભારતના ગ્રાહકોને તાજા અને ગુણવત્તાયુક્ત દાડમ મળી રહ્યા છે.

દાડમની ખેતી માટે મુખ્ય વિસ્તારોમાં ભુજ, નખત્રાણા, ગાંધીધામ, અંજાર અને માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં ખેડૂતો નવી ટેકનોલોજી અને સજીવન પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આ વધતા ઉત્પાદનના કારણે કચ્છના દાડમની સ્થાનિક બજારો ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ માંગ વધી છે, જે ખેડૂતોની આવકમાં વધારો કરે છે.
આગામી વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી વધુ સુધારેલી ખેત પદ્ધતિઓ અને બજાર સુવિધાઓ દાડમના ઉત્પાદન અને નિકાસમાં વધુ વૃદ્ધિ લાવશે તેવી અપેક્ષા હોવાનું જયદીપ પટેલે ઉમેર્યું હતું.
દિલ્હીની બજાર સાથે જોડાણના કારણે ખેડૂતની આવકમાં વધારો થયો છે અને જો દાડમ ફાટી જવાની સમસ્યાનો હલ આવે તો કિસાનો હજુ પણ વધુ સારો નફો મેળવી શકે છે તેમ આ પંથકના ખેડૂતો જણાવી રહ્યા છે.
Also read : રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે ગુજરાતમાં પ્રથમ
દરમ્યાન, કચ્છમાં દાડમ(અનાર)નું ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યું છે, જેનું મુખ્ય કારણ ખેડૂતો દ્વારા દાડમની ખેતી તરફની રૂચિ અને અનુકૂળ હવામાન, પરિસ્થિતિ છે. કૃષિ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કચ્છમાં દાડમનું કુલ ઉત્પાદન અંદાજે ૫૦,૦૦૦ મેટ્રિક ટન થયું હતું, જેમાં અગાઉના વર્ષોની તુલનાએ દર વર્ષે ૨૦ ટકાનો વધારો થઇ રહ્યો છે.