ભુજઃ સમગ્ર દેશમાં આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો આગોતરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે વચ્ચે બાંગ્લાદેશમાં ઉભી થયેલી વિકટ પરિસ્થિતિનો લાભ લઈને પાકિસ્તાન ‘ઇન્ટર સર્વિસિસ એજન્સી’ સાથે મળીને રાષ્ટ્રીય તહેવારો દરમ્યાન ગુજરાત સહીત દેશના દિલ્હી, મુંબઈ જેવી જગ્યાઓએ ત્રાસવાદી હુમલા કરાવવાની યોજના બનાવી રહ્યું હોવાના ગુપ્તચર વિભાગને મળેલા ઇનપુટ્સ વચ્ચે કચ્છની ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી સરહદી સલામતી દળના ચોકિયાત જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : આજે પોષી પૂનમ: જગતજનની માઁ અંબાનો પ્રાગટ્ય દિવસ…
આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ, કચ્છના ક્રીક વિસ્તારમાંના બોર્ડર પિલર નંબર ૧૧૩૯ની આસપાસ પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફની ૫૯મી બટાલિયનના જવાનોએ ગત રવિવારની ઢળતી બપોરે પાકિસ્તાનના કાળા ગુગડા ગામના ૨૨ વર્ષના માછીમાર જેવા લગતા બાબુઅલી ઉમરને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : આ કારણે જખૌ બંદર પર શ્વાન અને ગલુડિયા એસટી બસની આતુરતાથી જુએ છે રાહ
આ સામેપારથી કચ્છની સીમમાં ઘુસી આવેલા શખ્સ પાસેથી ત્રણ કિલો કરચલા, એક ચાકુ, તરણ માટેની ટયૂબ અને ટોર્ચ મળી આવ્યા હતા. આ સિવાય શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. અલબત્ત માછીમારના સ્વાંગમાં ભૂતકાળમાં નાપાક ઇરાદે ભારતની સીમમાં ઘુસી આવેલા ઘૂસણખોરો પકડાઈ ચુક્યા હોઈ, હાલ સંવેદનશીલ એવા ક્રીક આસપાસના વિસ્તારોમાં સંભવિત પાકિસ્તાની ઘૂસણખોર છુપાયા હોવાની આશંકાએ સર્ચ ઓપરેશન તેજ બનાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.