ભુજ

અંગ દઝાડતા તાપ વચ્ચે કચ્છમાં કોણ નવજાતને ખુલ્લા આકાશ નીચે છોડી ગયુ?

ભુજ: સમગ્ર ગુજરાતમાં આકાશમાંથી એટલી આગ ઓકાઈ રહી છે કે આખું શરીર ઢાંકીને નીકળવું પણ અસહ્ય થઈ ગયુ છે ત્યારે કચ્છના ભુજમાં એક માતા-પિતાએ પોતાના એક માસના નવજાતને 45 ડિગ્રીમાં તપવા માટે તરછોડાયેલી હાલતમાં મૂકી દીધું હોવાની ઘટના બની છે.

ભુજના મોડેલ રેલવે મથક નજીક દાદુ પીર માર્ગ પરથી મંગળવારની તપતી બપોરના નાનકડાં બાળકના રુદનના અવાજે સ્થાનિકોનું ધ્યાન ખેંચ્યું હતું. તપાસ કરતાં સવા માસનું ફૂલ જેવું કોમળ શિશુ ફૂટપાથની સાઈડમાં એકલું પડેલું જોવા મળ્યું હતું. શિશુને તાત્કાલિક રહેણાક મકાનમાં લઇ જવાયું હતું અને બનાવ અંગે ભુજના બી- ડિવિઝન પોલીસને જાણકારી આપવામાં આવી હતી.

આપણ વાંચો:  ગુજરાત સ્થાપના દિન: બે દાયકાથી રાજ્યમાં વિકાસની રાજનીતિના નવીન અધ્યાય થકી ગુજરાત દેશમાં ‘રોલ મોડેલ’

જમાદાર અરવિંદ વણકરે સ્થાનિક મહિલાઓના સહયોગથી તાત્કાલિક ધોરણે જી.કે જનરલ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યું હતું. હાલ આઈસીયુમાં સારવાર મેળવી રહેલાં બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ બાળકને અહીંયા કોણ અને શા માટે મૂકી ગયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button