ભુજ

કચ્છમાં કાળજું કંપાવી દે તેવી બે ઘટનાઃ એક કિશોર અને એક બાળકી આ રીતે…


ભુજઃ આખું વર્ષ મહેનત કરી વિદ્યાર્થીઓ દસમાની પરીક્ષા આપે છે. આ પરીક્ષા બાદ કઈ લાઈન લેવી આગળ શું કરવું તેની ચિંતા માતા-પિતા કરતા હોય છે ત્યારે કચ્છમાં એક કરૂણાતિંકા બની છે, જેમાં દસમા ધોરણની પરીક્ષા આપવા જતા બે વિદ્યાર્થીઓને અકસ્માત નડતા એકનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે બીજાએ હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જોકે બાળકને નાની ઉંમરે બાઈક આપનારા માતા-પિતાને પણ સાવધ કરતો આ કિસ્સો છે.

ઘટના વધુ વિગતો જણાવીએ તો ગઢશીશા અને નખત્રાણા તાલુકાના દનણા ગામના બે આશાસ્પદ છાત્રો સોઢા હિતેશસિંહ ગુલાબસિંહ (ઉ.વ. ૧૬) તથા સોઢા ધ્રુવરાજસિંહ મંગલસિંહ (ઉ.વ. ૧૬) ગઢશીશા ખાતેના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા આપવા મોટરસાઇકલ પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે દેવપર (ગઢ) ગામની ભાગોળે ઘઉં કાઢવાના યંત્ર હાર્વેસ્ટરને ઓવરટેક કરતી વેળાએ અકસ્માત સર્જાતાં હિતેશસિંહનું ગંભીર ઇજાઓથી ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય છાત્ર સોઢા ધ્રુવરાજસિંહને સારવાર માટે ગઢશીશા અને બાદમાં ભુજ ખસેડાયો હતો. મૃતક હિતેશસિંહના પિતા ખેતીકામ કરે છે અને એક ભાઇ-એક બહેન હતા, જેમાં તેનું અકાળે મોત થતાં આ કરુણાંતિકા સર્જાઇ હતી.

અકસ્માતનો ભોગ બનેલા છાત્રો કોટડાની એન.બી.હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને તેઓ વિજ્ઞાનની પરીક્ષા આપવા આવતા હતા તેમ આ કરુણાંતિકાની તપાસ કરી રહેલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલે ઉમેર્યું હતું. દીકરો ભણીગણી આગળ વધે તેવા અરમાન લઈ જીવનારા માતાપિતા માટે આ સમાચારને સહન કરવા ખૂબ અઘરા છે. આથી તમારા સગીર સંતાનોના હાથમાં વાહનો ન આપો. આ સાથે માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં કઈ રીતે ઘટાડો કરવો તે અંગે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે.

નાની બાળકી રમતા રમતા શરબત સમજી જે પીધું તે
બીજી એક કરૂણાંતિકા કચ્છના બંદરીય માંડવીના જખણિયાની વાડીમાં બની હતી. અહીં બે વર્ષની માસૂમ બાળકી અનન્યા વિષ્ણુ નાયક રમત-રમતમાં ઘાસમાં છાંટવાની દવાને કોલ્ડડ્રીંક સમજીને પી લેતાં તેનું કરુણ મોત થતાં શ્રમિક પરિવાર પર આભ તૂટી પડયું હતું,

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બંદરીય માંડવી તાલુકાના જખણિયા ગામના વાડી વિસ્તારમાં રહીને ખેતમજૂરી કરતા વિષ્ણુ વેતાર્થ નાયકની બે વર્ષીય પુત્રી અનન્યા વાડીમાં રમી રહી હતી, ત્યારે ઘાસમાં છાંટવાની દવાને શરબત સમજીને પી લેતાં તેને પ્રથમ માંડવી સરકારી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ માસૂમ પર સારવાર કારગત ન નીવડતાં મધ્યરાત્રે હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો…હવે શેર નહીં સોનુ ખરીદીયેઃ ભાવ આસમાને છતાં ગુજરાતમાં સોનાની આયાત આટલી વધી

બીજી તરફ, અંજાર શહેરનાં રવેચી નગરમાં રહેનારી લક્ષ્મીબેને પોતાના ઘરમાં ગત ચૂંદડી વડે પંખામાં લટકીને ગળેફાંસો ખાઈ, મોતનો માર્ગ અપનાવી લીધો હતો. ૧૩ વર્ષનો લગ્નગાળો ધરાવનારી પરીણિતાએ લીધેલાં અંતિમ પગલાંનું કારણ જાણવા પોલીસે તપાસ આરંભી છે.

દરમ્યાન,કંડલા દીનદયાલ પોર્ટ વે-બ્રીજ નં. ૧૧.પાસે ગત મોદી સાંજે જીવલેણ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મૃતક રામપ્રવેશ તેના કોલસો ભરેલા ટ્રેઇલરને અનલોડ કરવા માટે પાછળ ઉભો હતો ત્યારે કાળ બનીને રીવર્સમાં આવેલું અન્ય ટ્રેઇલર (જીજે ૧૨ બીડબલ્યુ ૮૫૫૩)એ તેને હડફેટે લેતાં ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અંજારમાં અગમ્ય કારણોસર લક્ષ્મીબેન બોગીલાલ મહેશ્વરી (ઉ.વ. ૩૫)એ ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો, તેમજ પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતે રિવર્સ આવી રહેલા ટ્રેઇલરની હડફેટે ચડેલા રામપ્રવેશ અધિન ભગત (પાલ) (ઉ.વ.૫૨)નુ ગંભીર પ્રકારની ઈજાને કારણે મૃત્યુ થયુ હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button