ભુજ
ભુજના ધાણેટીમાં ચાઈના કલેના હોફર મશીનમાં આવી જતાં પુત્ર, પિતા અને ભાગીદારનું મોત
ભુજ: તહેવારોના સમયની વચ્ચે કચ્છમાં એક ગંભીર દુર્ઘટના સર્જાય છે. અહી એક દુર્ઘટનાના બાળક મશીનમાં આવી જતાં બચાવવા ગયેલા પિતા અને ભાગીદારનું પણ મોત થયું છે. તહેવાર સમયે મોતથી પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ નજીક ધાણેટીમાં ચાઈના કલેના ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાયેલ છે. શ્રી હરિ મિનરલ્સમાં સર્જાયેલ આ દુર્ઘટનામાં ૩ના મૃત્યુ થયા છે. દુર્ઘટનામાં ચાઈના કલેના હોફર મશીનમાં 10 વર્ષનું બાળક આવી જતાં તેને બચાવવા જતાં પિતા અને ભાગીદારના પણ મશીનમાં આવી જતાં મોત બંનેનું મૃત્યુ નિપજ્યુ છે.
સમાચાર બ્રેકિંગ સ્વરૂપે મળી રહ્યા છે, પેજને રિફ્રેશ કરતાં રહો.
Taboola Feed