Teen in Bhuj Ends Life Over Mobile Game Loss

Bhuj: મોબાઈલ ગેમમાં હારી જતાં કિશોરે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું…

ભુજ: યુવાનોમાં મોબાઈલનું ખરું ગાંડપણ રહેલું છે, પરંતુ આ ગાંડપણ ક્યારેક અવળા રસ્તે પણ ધકેલી આપે છે. આવો જ એક કિસ્સો કચ્છમાં બન્યો છે. અહી એક મોબાઈલ ગેમમાં હારી જતાં કિશોરે નિંદામણ બાળવાની ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે.

આ પણ વાંચો : કચ્છઃ ‘આજે તો તને પતાવી જ દેવો છે’,કહી ફિલ્મી ઢબે કાર આંતરી હુમલો કર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ તાલુકાના મોખાણા ગામના કિશોરે એક મોબાઈલ ગેમમાં હાર મળતા ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. યુવકનું સારવાર દરમિયાન કિશોરનું મૃત્યુ નિપજતાં અરેરાટી પ્રસરી જવા પામી છે. માવતરો માટે લાલબત્તી સમાન કિસ્સા અંગે પોલીસે જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના મોખાણા ગામે આવેલા મેરિયા વાસમાં રહેનારો 17 વર્ષિય કાર્તિક કાનજી મેરિયા સ્માર્ટફોનમાં વિવિધ ગેમ્સ રમતો રહેતો હતો. આ દરમ્યાન ગત 4 જાન્યુઆરીના રોજ ગેમમાં હારી જતાં તે ઘેરા આઘાતમાં આવી ગયો હતો.

આ પણ વાંચો : કચ્છના માધાપર,માંડવી અને ભચાઉમાં પોલીસના પ્રતિબંધિત ચાઈનીઝ દોરા પકડવા વ્યાપક દરોડા: ચાર સામે કાર્યવાહી

પરિવારમાં શોકનો માહોલ

મોબાઈલ ગેમમાં મળેલી હારને કારણે આવેશમાં આવીને નિંદામણ બાળવાની ઝેરી દવા ગટગટાવી ગયો હતો. ગંભીર હાલતમાં કિશોરને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

સંબંધિત લેખો

Back to top button