ભુજના જમીન ફાળવણી કેસમાં સુપ્રીમ કોર્ટે તત્કાલીન કલેકટર પ્રદીપ શર્માની જામીન અરજી ફગાવી

ભુજ: દેશની સર્વોચ્ચ અદાલતે કચ્છના ભુજ ખાતે દાખલ થયેલા વર્ષ ૨૦૦૩ના ગેરકાયદેસર જમીન ફાળવણીના કેસમાં નિવૃત્ત આઈએએસ અધિકારી પ્રદીપ નિરંકારનાથ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીને ફગાવી દીધી હતી.
વિનાશકારી ભૂકંપ બાદ ભાંગી પડેલા કચ્છ જિલ્લાના તત્કાલીન કલેક્ટર તરીકે પ્રદીપ શર્મા પર અંગત નાણાકીય લાભ માટે સરકારી જમીનની ગેરકાયદેસર ફાળવણી બદલ ભ્રષ્ટાચાર અને ગુનાહિત વિશ્વાસઘાતનો આરોપ છે. તેમની સામે ૨૦૨૩માં ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩ની કલમ ૪૩૯ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જે સીઆઈડી ક્રાઇમ બોર્ડર ઝોન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૯, ૨૧૭, ૧૨૦બી, ૧૧૪ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ સજાપાત્ર ગુના માટે નોંધાયેલી એફઆઈઆર સંદર્ભે નિયમિત જામીન માટે હતી. ગત વર્ષે માર્ચમાં ગુજરાત હાઇકોર્ટે તેમની નિયમિત જામીન અરજી ફગાવી દેવાના આદેશને પડકારતી હાલની એસએલપી દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…EDએ લાલુ પ્રસાદને સમન્સ પાઠવ્યું; રાબડી અને તેજ પ્રતાપને પણ પુછપરછ માટે બોલાવ્યા
ઉચ્ચ સરકારી પદ પરના કાર્યકાળ દરમિયાન સમાન ગુનાઓ માટે તેમની સામે નોંધાયેલી અસંખ્ય એફઆઈઆરનો ઉલ્લેખ કરીને, હાઈકોર્ટે શર્માની તરફેણ કરવામાં અનિચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.