કામધંધો ન કરતા પુત્રને ઠપકો આપવાનું પિતાને પડ્યું ભારેઃ બાપ ઊંઘમાં હતો ને દીકરાએ… | મુંબઈ સમાચાર
ભુજ

કામધંધો ન કરતા પુત્રને ઠપકો આપવાનું પિતાને પડ્યું ભારેઃ બાપ ઊંઘમાં હતો ને દીકરાએ…

ભુજઃ બેકારી નામની મહામારીથી આખું વિશ્વ પરેશાન બન્યું છે તેવામાં સરહદી કચ્છના નખત્રાણા તાલુકાના વિગોડી ગામમાં નોકરી વગરના પુત્રના ડામાડોળ ભવિષ્ય માટે ચિંતિત પિતાની કામ-ધંધો કરવા માટેના આગ્રહથી કંટાળેલા હતાશ પુત્રએ નિંદ્રાધીન પિતાની પથ્થરો વડે નિર્મમ હત્યા નિપજાવી દેવાનો બનાવ કચ્છમાં બન્યો છે.

આ કિસ્સા અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વિગોડીના મફત નગરમાં રહેનાર ૭૦ વર્ષીય ફકીરમામદ આમદ નોડે પોતાના ઘરની બહાર ગત રાત્રે વાળુ કરીને ખાટલા ઉપર નિંદ્રાધીન હતા ત્યારે તેમના પુત્ર અભુભખર નોડેએ ફકીરમામદના મોઢા ઉપર બોથડ પદાર્થ (પથ્થર)ના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી તેમનું ઢીમ ઢાળી દઈને જાણે કઈ બન્યું જ ન હોય તેમ બહાર ચાલ્યો ગયો હતો. મૃતક ફકીરમામદ તેના હત્યારા પુત્ર અભુભખરને અવાર-નવાર કમાવા બાબતે ઠપકો આપ્યા કરતા હોવાથી ક્રોધિત સ્વભાવ અને સતત પિતા દ્વારા આપવામાં આવતાં મહેણાં ટોળાથી માનસિક રીતે અસ્વસ્થ એવા અભુભખરે ખુન્નસમાં તેના પિતાની હત્યા કર્યાની ફરિયાદ મૃતકના નાનાભાઇ ખમુભાઇએ નખત્રાણા પોલીસ મથકે નોંધાવી છે તેમ તપાસકર્તા પી.આઇ. અશોક મકવાણાએ જણાવ્યું હતું.

નાસી છૂટેલા હત્યારા પુત્ર અભુભખરને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

આપણ વાંચો:  તહેવાર ટાણે સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં લાગી આગ, કરોડોનો માલ બળી ભષ્મ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button