તરૂણીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર રિક્ષા ચાલકને આજીવન કેદની સજા | મુંબઈ સમાચાર
ભુજ

તરૂણીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર રિક્ષા ચાલકને આજીવન કેદની સજા

ભુજઃ ધોરણ ૯માં ભણતી એક ૧પ વર્ષિય બાળકીને પ્રમજાળમાં ફસાવ્યા બાદ અવારનવાર દુષ્કર્મ આચનાર નરાધમ આરોપી એવા રિક્ષા ચાલકને ભુજની ખાસ અદાલતે છેલ્લા શ્વાસ સુધી સખત કેદ અને રૂા.૬૦ હજારનો દંડ ફટકારતો ચુકાદો મુકરર કર્યો છે.

આ ચકચારી કેસની વિગત મુજબ ભુજ શહેરના કોડકી રોડ પર આવેલી ક્રિષ્ના સિટીમાં રહેતા મૂળ નાની દધ્ધર, ખાવડાનો ૩૦ વર્ષિય રિક્ષા ચાલક મજીદ મીઠા હિંગોરજા સામે માધાપર પોલીસ મથકમાં ગત મે ર૦ર૪માં આ ફરિયાદ નોંધાઈ હતી.
ગુનાનો ભોગ બનનાર બાળકી માનકુવાથી ભારાસર ખાતે અભ્યાસ માટે આરોપીની રિક્ષામાં આવ-જા કરતી હતી તે સમયે આરોપીએ તરૂણીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. બનાવના આગલા દિવસે માતા જોડે બાળકી માધાપર પોતાના મામાના ઘરે ગઈ હતી તે રાત્રે આરોપી તેને મોટર સાયકલ પર બેસાડીને રમણીય માંડવી બીચ પર ફરવાના બહાને લઈ ગયો હતો. ત્યારબાદ માધાપર નજીક બાવળોની ઝાડીમાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. કે ભોગ બનાર ૧૩ વર્ષની હતી ત્યારથી આરોપીએ તેની સાથે અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો, જેથી પોલીસે ગુનામાં દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો ઉમેરી હતી.ભુજની ખાસ અદાલતે રર દસ્તાવેજી પુરાવા અને ૬ સાક્ષીઓની જુબાની બાદ આરોપીને તક્સીરવાન ઠેરવ્યો હતો. નામદાર અદાલતે પોક્સો અને એટ્રોસિટી એક્ટની કલમો તળે અંતિમ શ્વાસ સુધી સખત કેદ અને ૬૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી દ્વારા ચૂકવાતી દંડની તમામ રકમ ભોગ બનનાર બાળાને ચૂકવી આપવા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે પોક્સો કોર્ટના વિશેષ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ કોર્ટ રૂમમાં હાજર રહી દલીલો કરી હતી.

આપણ વાંચો:  રદ્દ કરાયેલી ધોરણ ૧ થી ૫ વિદ્યાસહાયક ભરતી ફરી શરૂ થશે, આજથી કોલ લેટર ડાઉનલોડ કરો!

Back to top button