ભુજ

પત્ની સામે બદલો લેવા પતિ બન્યો રાક્ષસઃ બે વર્ષના માસૂમને પીંખી નાખ્યો

ભુજઃ કચ્છના અંજાર તાલુકાના મોટી નાગલપર ગામ ખાતે એક સાવકા પિતાએ પોતાના બે વર્ષના આંગળિયાત માસુમ પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં ભારે ચકચાર મચી છે.

માનવજાતને શર્મસાર કરનારી આ ઘટના અંગે અંજાર પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે બાર વાગ્યાની આસપાસ આરોપી સાવકા પિતા બે વર્ષના માસુમ બાળકને ફરવા જવાના બહાને મોટરસાઇકલ પર બેસાડીને બહાર ચાલ્યો ગયો હતો. એકાદ કલાક બાદ પરત ન ફરતાં પત્નીએ ફોન કર્યો હતો અને આ બંને પરત ઘરે આવી ગયા હતા.

સતત રડી રહેલા બે વર્ષના બાળકના ગાલ અને ગુદામાંથી રક્ત વહેતું જોઈને માતાએ પૂછતા પિતાએ મોટરસાઇકલ સ્લીપ થવાને કારણે બાળકને વાગ્યું છે તેમ કહ્યું હતું.

આપણ વાચો: સાવરકુંડલામાં શિક્ષકે વિદ્યાર્થીને મોબાઈલ ચાર્જર લેવા રૂમમાં મોકલ્યો ને પછી આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

પિતાના શરીર પર એક ઉઝરડો પણ જોવા ન મળતાં કશું ખોટું થયું હોવાનું સમજી ગયેલી માતા બાળકને તાત્કાલિક અંજાર ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગઈ હતી જ્યાંથી તેને ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યું હતું. જ્યાં ફરજ પર હાજર બાળરોગ નિષ્ણાતે બાળક સાથે બર્બરતાપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હોવાની બાબતને સમર્થન આપ્યું હતું.

સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતાં આરોપી પિતાની ત્વરિત ધરપકડ કરી લેવામાં આવી હતી અને પ્રથમ ઇન્કાર કર્યા બાદ આખરે આ નરાધમ બાપે આ હીન કૃત્યને પત્નીથી બદલો લેવા માટે અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

આપણ વાચો: બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: રિક્ષાચાલકની ધરપકડ…

વધુ પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, પત્નીનાં પ્રથમ પતિનું અવસાન થતાં દોઢેક વર્ષ અગાઉ તેની સાથે બીજા લગ્ન થયાં હતા. પ્રથમ લગ્નજીવન દરમ્યાન પ્રાપ્ત થયેલાં બે માસુમ બાળકોને પત્ની સાથે લાવી હતી.

ત્યારબાદ પત્ની ગર્ભવતી બની હતી અને ત્રીજા સંતાનની જરૂર ન હોઈ, પતિની મરજી વિરુદ્ધ કરાવેલા ગર્ભપાતનો બદલો લેવા માટે આ કૃત્ય આચર્યું હતું. અંજાર પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧૫ (૧), પોક્સો એક્ટની કલમ ૪,૬, જુવેનાઇલ જસ્ટિસ એક્ટની નંબર ૭૫ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button