જખૌના દરિયા કિનારા પરથી અફઘાની ચરસના પેકેટ મળ્યાં

ભુજ: જખૌ પોલીસે દરિયા કિનારે પેટ્રોલિંગ દરમિયાન ચરસના 7 બિનવારસી પેકેટ શોધી મળી આવ્યા હતા. આ શંકાસ્પદ પેકેટ્સ પિગ્લેશ્વર લેન્ડિંગ પોઈન્ટ નજીક રાવળપીર મંદિર પાસેથી સવારે 10 વાગ્યા આસપાસ મળી આવ્યા હતા. આ અંગે એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જખૌના દરિયા કાંઠેથી મળ્યા ચરસના બિનવારસુ પેકેટ્સ
મળતી વિગતો અનુસાર કચ્છના સમુદ્ર કાંઠાઓ પર સામેપારથી તણાઈને આવતાં રહેતાં કરોડોની કિંમતના કેફી પદાર્થોના બિનવારસુ પેકેટ્સઓના ઢગલા મળી આવવાનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેતો હોય તેમ ફરી એકવાર જખૌના દરિયા કાંઠેથી અફઘાની ચરસના સાત બિનવારસુ પેકેટ્સ મળી આવ્યાં છે.
આ પણ વાંચો: કચ્છમાં 247 ગ્રામ ચરસ સાથે એક વ્યક્તિની અટક, એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ
હજુ પણ પેકેટ્સ હોવાની આશંકા
આ અંગે એસઓજી શાખાના એએસઆઇ જોરાવરસિંહ જાડેજાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્તાઈ રહેલો તણાવ અને વડાપ્રધાનની કચ્છ મુલાકાતને પગલે હાઈ એલર્ટ પર રહેલા કચ્છના સમુદ્રી કાંઠાના વધારી દેવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન જખૌ પોલીસને પિંગલેશ્વર કાંઠાના લેન્ડિંગ પોઇન્ટથી પશ્ચિમ તરફના રાવળપીર મંદિર વચ્ચેના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાંથી કેફી પદાર્થના સામેપારથી તણાઈને આવી ચડેલા સાત જેટલા ચરસના બિનવારસુ પેકેટ મળી આવ્યાં હતાં. હજુ વધારે આ પ્રકારના પડીકાં હોવાની આશંકાને પગલે અહીં સર્ચ વધારી દેવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.