ભુજ

કચ્છમાં દૂધ ઉત્પાદનની ક્ષમતામાં ઘટાડો, ઠંડી સાથે શું છે સંબંધ?

ભુજ: કચ્છનું પશુપાલન ક્ષેત્ર દિન પ્રતિદિન પ્રગતિના સોપાનો સર (Milk Production in Kutch) કરી રહ્યું છે, પશુપાલન ક્ષેત્રથી હજારો લોકોને રોજગારી મળી રહી છે. એક અહેવાલ મુજબ સામાન્ય રીતે દૈનિક એક લાખ લીટરની દુધની આવક રહેતી હોય છે, પરંતુ થોડા દિવસથી પડી રહેલી કડકડતી ઠંડીના કારણે સરહદ ડેરીમાં દૈનિક દુધ ઉત્પાદનમાં 7 હજાર લીટરથી વધારે દુધની મોટી ઘટ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : મુંદરાના મોટા કાંડાગરા પાસેથી ૧.૯ કિલોગ્રામ ગાંજા સાથે એક મહિલા અને પુરુષ ઝડપાયા

અહેવાલ મુજબ સામાન્ય રીતે ચોમાસા અને ઉનાળાની સરખામણીએ શીયાળામાં દુધનું ઉત્પાદન ઓછું રહેતું હોય છે. હાલ કચ્છ જિલ્લામાં કાતિક ઠંડી પડી રહી છે, ત્યારે દુધ ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ બાબતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે વિગતો આપતા જણાવ્યું કે, સામાન્ય સમય દરમ્યાન સરહદ ડેરીમાં દૈનિક એક લાખ લીટરની આસપાસ દુધની આવક થઈ રહી છે. જો કે હાલ દૂધનું ઉત્પાદન સાત હજાર લીટર જેટલું ઓછું થઇ રહ્યું છે.

પશુ પાલકો પર આર્થિક ભારણ:

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરહદ ડેરી પર સૌથી વધારે દુધ ભેંસનું આવતું હોય છે. દુધની કુલ આવકમાં 80 ટકા જેટલું દુધ ભેંસનું જ હોય છે. ભેંસનું વિયાણ મોડું હોવાથી અને ઠંડી ચાલી રહી હોવાથી દુધના ઉત્પાદનમાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. કચ્છના બારડોલી એવા નખત્રાણા પંથકમાં પણ દુધ ઉત્પાદનમાં ઘટાડો થતા પશુ પાલકો પર આર્થિક ભારણ વધ્યું છે.

આ પણ વાંચો : અંજાર પાસેની ટપ્પર ડેમ સાઈટ આસપાસના વિસ્તારમાંથી મળ્યાં વાનરના અતિ જૂના જીવાશ્મિ

જતાવીરા સરહદ ડેરીના ગોપાલભાઈ વાઘેલા અને નથ્થરકુઈના દાનાભાઈ નથુ આહિરે જણાવ્યું હતું કે, મોટા ભાગની મંડળીમાં એક 1000 થી 1500 લીટર દુધ ઓછું આવી રહ્યું છે. દુધ ઉત્પાદનમાં ઘટાડાનું મુખ્ય કારણ ઠંડી ઉપરાંત હલકી ગુણવતા અને જરૂર કરતા ઓછો ઘાસચારો મળતો હોવાનું તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button