ભુજ

વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ બદલ કચ્છમાં એક સામે ગુનો

ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ પ્રવર્તી રહેલી તંગદિલ્લી વચ્ચે સરહદી કચ્છના મુખ્ય મથક ભુજના સંજોગ નગર વિસ્તારમાં આવેલી ‘તૈયબા ટાઉનશીપ’માં રહેનારા અને પોતાનો પાકિસ્તાન પ્રેમ સોશિયલ મીડિયા પર દર્શાવનારા અનીસ આબીદઅલી ભાન નામના ૨૬ વર્ષના યુવકને સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધો છે.

આતંકવાદ સામે લડવા માટે ભારતીય સેના દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદુર’ અંતર્ગત પાકિસ્તાન હસ્તકના આતંકી અડ્ડાઓ પર રાત વચ્ચે એરસ્ટ્રાઈક કરવામાં આવ્યા બાદ, બંને દેશો વચ્ચે ઉભી થયેલી યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સોશિયલ મીડિયા પર દેશવિરોધી પ્રચાર અને ખોટા સમાચારો ફેલાવનારા વ્યક્તિઓ પર નજર રાખવાની સૂચના કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી હતી.

આ વચ્ચે ભુજમાં રહેતા પાકિસ્તાની પ્રેમી યુવકે સોશિયલ મીડિયા પર એવી વાંધાજનક પોસ્ટ મૂકી હતી જે અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકનારી હતી.

આપણ વાંચો:  ગુજરાતમાં આજે પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજમાં ભારતીય દંડ સંહિતા ૨૦૧૩ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ ઈન્સ્પેક્ટર એલ.પી. બોડાણાએ જણાવ્યું હતું. જો કોઈ પણ નાગરિક સોશિયલ મીડિયા પર દેશવિરોધી કે ભય ફેલાવતા ખોટા સમાચારો ફેલાવતો જણાય, તેની માહિતી પોલીસ મથક અથવા સાયબર ક્રાઈમ પોલીસ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કરવા તેમણે અપીલ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button