Gold, Silver Stolen from Meldi Temple in Kutch

Kutch: મેલડી માના મંદિરમાંથી ૬ લાખના સોના ચાંદીના આભૂષણો ચોરાતાં માઇભક્તોમાં રોષ…

ભુજ: શિયાળાની ઠંડી વચ્ચે કચ્છના વાગડમાં પ્રસિદ્ધ મેલડી માતાનું મંદિર નિશાચરોના નિશાને ચઢતાં માઈભક્તોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. મુરલીધર વાસમાં આવેલા મેલડી માતાના મંદિરની સેવા પૂજા કરતાં ૭૮ વર્ષિય ભજુભાઈ રબારીએ આડેસર પોલીસને જણાવ્યું હતું કે, ગત સાંજે સાડા છ વાગ્યે આરતી કરી ત્યારે માતાજીને પહેરાવાયેલાં તમામ આભૂષણો જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચો : અંજારમાં વૃદ્ધ યુગલને ત્રણ દિવસ ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર ચીટરોએ ૩૬.૫૦ લાખ રૂપિયા પડાવ્યા

સૂર્યાસ્ત બાદ તેઓ જમવા માટે ઘરે ગયા અને પરત રાત્રે નવ વાગ્યે મંદિરે આવીને ઊંઘી ગયા હતા. પરોઢે પાંચ વાગ્યે ઉઠીને મંદિર ખોલવા ગયા ત્યારે મંદિરને મારેલાં તાળા તૂટેલાં જોવા મળ્યાં હતાં. તસ્કરો મંદિરમાંથી માતાજીને પહેરાવેલો અઢી લાખની કિંમતનો સોનાનો હાર અને ઝુમખો, પચાસ હજારની કિંમતની સોનાની ચેઈન અને પેન્ડેન્ટ, પચાસ હજારના મૂલ્યનું સોનાનું પગલું, સોના અને ચાંદીના છત્તર વગેરે મળી છ લાખ રૂપિયાના મૂલ્યના આભૂષણો શણગાર વગેરે ચોરી ગયાં હતાં.

આ પણ વાંચો : Kutch: મુંદરાના વડાલા ગામની નદીમાં અસંખ્ય માછલીઓના મોત

સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયાસ કરતાં તસ્કરો ડીવીઆર પણ ચોરી ગયાં હોવાનું સ્પષ્ટ થયું હતું.
મંદિર ચોરીની ઘટના અંગે આડેસર પોલીસે તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો

Back to top button