ભુજ

કચ્છ LCBનો સપાટો: 31st પહેલા બુટલેગરોના મનસૂબા પર ફેરવ્યું પાણી, લાખોનો દારૂ કબજે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: આગામી ‘થર્ટી ફર્સ્ટ’ની પાર્ટી માટે અત્યારથી જ થનગની રહેલા નશાખોરો પર તવાઈ બોલાવવા માટે સતર્ક બનેલી પોલીસે પૂર્વ કચ્છના અંજાર તાલુકાના મેઘપર બોરીચી અને સામખિયાળી ખાતે પડેલા દરોડામાં બે લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો.

મળતી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે સ્થાનિક ગુના શોધક શાખાની ટુકડી દ્વારા મેઘપર (બોરીચી)ની આશાપુરા સોસાયટીમાં ૧૧-એ નંબરનાં મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં અંગ્રેજી દારૂની રૂા.૧.૩૨ લાખની ૧૩૮ નંગ બોટલ કબજે કરી, મયૂર પ્રવીણ જોષી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ઈશ્વરસિંહ ઘનશ્યામસિંહ સોઢા અને આનંદ શિવજી સંઘાર ફરાર થઇ ગયા હતા.

બીજી તરફ, પૂર્વ કચ્છ એલસીબીએ ગત સાંજે ભચાઉ તાલુકાના સામખિયાળી ગામના મોરી નામના રહેણાંક વિસ્તારમાં છાપેમારી કરીને રૂ. ૬૨ હજારની કિંમતની ૬૮ દારૂની બોટલ જપ્ત કરી હતી. આ પ્રકરણમાં ફરાર થઇ ગયેલા આરોપી નારણ રામજી આહીર અને પ્રભુ જીવા આહીરને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતા.

આપણ વાંચો:  મિલકત ખરીદદારોને મોટી રાહત: RERA એ ફરિયાદોના ઝડપી નિકાલ માટે નવી SOP અમલમાં મૂકી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button