ભુજ

ભારે વરસાદની આગાહીને કારણે કચ્છ જિલ્લા પ્રશાસન સાવધ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા એલર્ટ

ભુજ: ગુજરાતમાં સત્તત પડી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે ત્યારે જિલ્લના વહીવટી તંત્રને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે વાપી, વલસાડ, સુરત અને બરોડામાં ભારે વરસાદને કારણે ટ્રેન સેવા પર અસર થઈ છે. મુંબઈ અમદાવાદ અને ભુજની ટ્રેન વ્યવહાર ખોરવાયો છે, જેમાં સુરતમાં ટ્રેનને રોકી દેવામાં આવી છે, જેથી પ્રવાસીઓ અડધે રસ્તે ફસાઈ શકે એવું વર્તુળોએ જણાવ્યું હતું.

અમદાવાદ – વડોદરા વચ્ચે બાજવા સ્ટેશને પાણી ભરાતા ટ્રેનો અટકાવી દેવામાં આવી છે. હાલમાં મુંબઇથી ઉપડેલી *સયાજી નગરી એકસપ્રેસ ૨૦૯૦૭* સુરત ઊભી છે તથા *કચ્છ એકસપ્રેસ ૨૨૯૫૫* ભીલાડમાં રોકવામાં આવી છે. વરસાદનાં પગલે અમદાવાદ – વડોદરા વચ્ચે ઘણી ટ્રેનો રદ અથવા શોર્ટ ટર્મિનેટ કરવાંમાં આવી છે, એમ સંગઠન દ્વારા જણાવાયું હતું.

કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરની સુચના અનુસાર જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને એલર્ટ પર મૂકવામાં આવી છે. જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સમાં પૂરતાં પ્રમાણમાં Anti Snake Venom (ASV) ઇન્જેક્શનની ઉલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ પૂરતો (ASV), પ્રસુતિ કીટ, ઈમરજન્સી દવાઓ અને ઑક્સિજન સહિત ડીઝલના પુરતાં જથ્થો અંગે પુષ્ટિ કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને કારણે દરેક કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે અને હેડ ક્વાર્ટરમાં રહેવાની સુચના આપવામાં આવી છે. જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સ હાઈ એલર્ટ રાખી છે

*સુરક્ષિત સ્થળે રહેવા નાગરિકોને અનુરોધ*આ સાથે જિલ્લાના નાગરિકો માટેની ૧૦૮ સેવા દ્વારા અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરી છે. જે અંતર્ગત નાગરીકોએ વરસાદ, ચક્રવાત દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું જોઈએ. સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી. વરસાદ દરમિયાન અજાણ્યાં રોડ કે વિસ્તારમાં અવરજવર ન કરવી. નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી. પશુને બાંધી રાખવા નહીં.

*આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર ૧૦૮ સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરો*વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાન ઉપર રહેવાનું પસંદ કરો. સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો વહેલાં તે પહેલાંના ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવી જોઈએ. કોઈ પણ આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર ૧૦૮ સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો. હાથ બત્તી, મોબાઇલને પૂરતી ચાર્જ કરીને રાખવી. વૃક્ષો કે નબળી જમીન ઉપર ઊભા રહેવું નહીં. નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં રહેવું. આકસ્મિક સંજોગોમાં ચોક્કસ માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપવી. ખોટી અફવાઓને પ્રોત્સાહન ન આપવું અને તેનાથી દૂર રહેવું. વૃદ્ધ, સગર્ભા અવસ્થા મહિલાઓ, નવજાત શિશુ વરસાદ દરમિયાન પ્રવાસ કરવાનું ટાળવો જોઈએ. કોઈ આરોગ્ય સબંધિત તકલીફ પડે તરત ૧૦૮ સેવાનો સંપર્ક કરવો.

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…