Kutch Gets Relief from Cold, Chill to Return Soon

કચ્છના લોકોને કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળી, આ દિવસથી વધશે ઠંડી…

ભુજ: સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતા ઉભી થઇ છે, વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છના ભુજ, ગાંધીધામ અને કંડલામાં લઘુત્તમ તાપમાનનો પારો એકથી બે ડીગ્રી સે.જેટલો ઊંચકાતાં ઠંડીમાંથી રાહત મળી છે, જ્યારે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં કડકડતી ઠંડી પડી રહી છે.

આ પણ વાંચો : Viral Video: સુરત-બેંગકોકની પહેલી ફ્લાઈટમાં પ્રવાસીઓએ એટલો દારુ પીધો કે સ્ટોક ખૂટ્યો…

તાપમાન વધ્યું:

ભુજમાં લઘુત્તમ તાપમાન ગઈકાલની તુલનાએ 2 ડીગ્રી ઊંચકાઈને 12 ડીગ્રીએ પહોંચ્યું હતું. તો, બંદરીય શહેર કંડલા ખાતે પારો બે ડીગ્રી ઊંચે ચઢી 14 ડીગ્રી અને કંડલા હવાઈ મથક,ગળપાદર ખાતે પારો 3.2 ડીગ્રી ઊંચકાઈને 15 ડીગ્રી સેલ્સિયસ પર ઉપર પહોંચ્યો હતો. જો કે, નલિયામાં ન્યુનતમ તાપમાનનો 7.5 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ધૂંધળું વાતાવરણ:

ભુજ, અંજાર,ગાંધીધામ, મુંદરા,માંડવી સહીતના કચ્છના મોટાભાગના મથકોએ આજે વાતાવરણ ધૂંધળું રહ્યું હતું, સવારના અગિયાર વાગ્યા સુધી લોકોને સૂર્ય દેખાયો ન હતો. બપોરના બે વાગ્યે પણ જાણે સાંજના પાંચ વાગ્યા હોય તેવો આભાસ લોકોને થયો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં અલગથી સાયબર યુનિટ બનાવવા માટે પ્રશાસને લીધો મહત્ત્વનો નિર્ણય, જાણો વિગતો?

આ દિવસથી પડશે હાડ થીજવતી ઠંડી:

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વીય મોસમી પવનો, હિમ તોફાનનો સામનો કરી રહેલા જમ્મુ-કાશ્મીર,ઉત્તરાખંડ અને કેદારનાથ તરફથી આવતા ઠંડા પવનો સાથે ભેજ ભળી જતાં અત્યારે આવું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. આ પશ્ચિમી વિક્ષોભની અસર ઓસર્યા બાદ કચ્છ સહીત રાજ્યભરમાં આગામી સપ્તાહ બાદ ફરી હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

સંબંધિત લેખો

Back to top button