ભુજ

કચ્છમાં બનાવટી EDના દરોડા મામલો પકડી રહ્યો છે રાજકીય રંગ, AAP એ આરોપીની સાંસદ સાથેની તસવીર શેર કરી

ભુજઃ બાર દિવસ પહેલાં કચ્છના ગાંધીધામ ખાતે એક ઝવેરીની પેઢી પર બનાવટી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટુકડીના કહેવાતા કમાન્ડર અબ્દુલ સતાર માંજોઠી આમ આદમી પાર્ટીનો પશ્ચિમ કચ્છ ઝોનનો પૂર્વ મહામંત્રી હોવાનું, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તસવીરો સાથે ટ્વીટર એક્સ પર જાહેર કર્યા બાદ આ વિવાદ હવે રાજ્યસ્તરીય બની રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ વળતો પ્રહાર કરીને ૧૩ સભ્યોની બનેલી બનાવટી ઇડીની ટુકડીનું કહેવાતું નેતૃત્વ કરનારા અબ્દુલ સતાર માંજોઠીની કચ્છના ભારતીય જનતા પાર્ટીના સંસદ વિનોદ ચાવડા સાથેની તસ્વીરો ટ્વીટ કરી છે.

આ પણ વાંચો: બસ મોડી થતાં પ્રવાસીઓ વિફર્યાઃ કચ્છ પર્યટને આવેલા પર્યટકોએ પણ વેઠવી પડી મુશ્કેલી…

આ મામલે તપાસ કરી રહેલી પોલીસે પણ એવું જણાવ્યું છે કે, આ ઠગબાજ દ્વારા જામનગર તથા ભુજમાં હત્યા,હત્યાના પ્રયાસ હેઠળની ફરિયાદો પણ નોંધાઈ છે. કચ્છમાં બનાવટી ઇડી ગેંગના દરોડાની ઘટના બની તેના થોડા દિવસ પહેલાં ભુજના ઉમેદ ભુવન સરકારી ગેસ્ટ હાઉસ ખાતે આપના નેતા ગોપાલ ઈટાલીયા અને મુકેશ સોરઠીયા સાથે આરોપીની બેઠક પણ યોજાઈ હોવાનું બહાર આવ્યું છે જેને લઈને તપાસમાં જરૂર પડ્યે આપના નેતાઓની પણ પૂછપરછ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button