મુંદરા તાલુકાના ભોરારા ગામની મહિલાએ ત્રણ પુત્ર સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યુંઃ પુત્રોના મોત, માતાનું રેસ્ક્યું | મુંબઈ સમાચાર
ભુજ

મુંદરા તાલુકાના ભોરારા ગામની મહિલાએ ત્રણ પુત્ર સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યુંઃ પુત્રોના મોત, માતાનું રેસ્ક્યું

ભુજ: કચ્છના મુંદરાથી બે કિલોમીટર દૂર આવેલા ભોરારા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક સોઢા પરણેતરે પોતાના ત્રણ બાળકો સાથે ઝંપલાવતાં એક સાથે મહિલાના ત્રણ-ત્રણ પુત્ર રત્નોના ડૂબી જવાથી અરેરાટીભર્યા મોત નીપજતાં કચ્છભરમાં ગમગીનીનું મોજું ફેલાયું હતું.

આ કરુણાંતિકામાં ત્રણ પુત્રો સાથે કેનાલમાં ડૂબી રહેલી મહિલા પર, કોઈનું ધ્યાન જતાં તેણે આસપાસના લોકોની મદદ લઇ, તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે જ ત્રણ બાળકો ડૂબી જવાથી મોતને ભેટ્યા હોવાનું જણાયું હતું, જયારે મહિલા જીવિત જણાતાં તેણીને તત્કાળ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

આપણ વાંચો: નણંદના ત્રાસથી કંટાળીને મહિલાએ છ વર્ષના પુત્ર સાથે કરી આત્મહત્યા

આ કરુણાંતિકા અંગે મળતી માહિતી પ્રમાણે, માંડ બે હજાર લોકોની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં આવેલી સોઢા વસાહતમાં રહેતી સુરજબા બહાદુરસિંહ સોઢા, પોતાના ત્રણ-ત્રણ પુત્રો હરદેવસિંહ (ઉ.વ ૧૨), રવિરાજ (ઉ. વ ૧૦) અને યુવરાજસિંહ (ઉ.વ.૫) સાથે નજીકની નર્મદા કેનાલમાં ખાબકી હતી.

તેણીએ ત્રણ બાળકો સાથે શા માટે આત્મહત્યા કરી તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી ન હતી. જો કે આ બનાવ પાછળ આર્થિક સંકડામણ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button